વા- સંધિવાના નિષ્ણાંત તબીબ ગુરૂવારે મોરબીમાં : ખાસ ઓપીડી

 

સૌરાષ્ટ્ર કચ્છના એક માત્ર વા- સંધિવાના ગોલ્ડ મેડાલિસ્ટ ડો. પ્રશાંત દુધાગરાની સારવાર ઘરઆંગણે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : સૌરાષ્ટ્ર કચ્છના એક માત્ર વા- સંધિવાના ગોલ્ડ મેડાલિસ્ટ ડોકટરની સારવાર હવે મોરબીવાસીઓને ઘરઆંગણે મળવાની છે. કારણકે આ નિષ્ણાંત ડો. પ્રશાંત દુધાગરા દ્વારા આગામી ગુરૂવારે મોરબીમાં ખાસ ઓપીડી યોજવામાં આવનાર છે.

વા – સંધિવા જેવા દર્દીની સારવાર માટેની સર્વોચ પદવી એટલે DM (Rheumatology). તેના સૌરાષ્ટ્ર કચ્છના એકમાત્ર ગોલ્ડમેડાલિસ્ટ ડોકટર પ્રશાંત દુધગરા હવે મોરબીમાં સેવા આપવાના છે. ડો. પ્રશાંત દુધાગરા (MD, DM કન્સલ્ટન્ટ રૂમેટોલોજીઅન્ડ ઇમ્યુનોલોજીસ્ટ) દ્વારા મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ડો.રાકેશ પટેલની નકલંક હોસ્પિટલમાં આગામી તા.9 માર્ચને ગુરૂવારના રોજ સવારે 9:30 થી 3 ખાસ ઓપીડી યોજવામાં આવશે.

આ ઓપીડીમાં સંધિવા, એન્કીલોઝિંગ સ્પોન્ડિલિટીસ, SLE (લ્યુમસ), ગાઉટ (યુરિક એસિડ), ચીકન ગુનિયા, સોરીયાસીસ નો વા, બાળકોમાં થતા વા, સ્કલેરોડર્માં જેવી બીમારીઓનું નિદાન તથા સારવાર ઉપરાંત હાથ પગના સાંધામાં સતત દુખાવો થવો અથવા સોજો રહેવો, ઉઠતી વખતે સાંધા જકડવા, હાડકા નબળા પડવા, કમરમાં લાંબા સમયથી દુખાવો રહેવો, ટંડીમાં આંગળીના ટેરવા કાળા, ભૂરા કે સફેદ પડી જવા, વારંવાર બ્લડ ઘટી જવું, ચામડી ટાઈટ થવી વગેરે સમસ્યાઓનું નિદાન કરવામાં આવશે. ઓપીડીનો લાભ લેવા ૦૨૮૨૨ ૨૨૫૧૦૦ ઉપર રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે.

ઓપીડી સ્થળ
ડો.રાકેશ પટેલની નકલંક હોસ્પિટલ,
શનાળા રોડ, મોરબી