માળીયાના ખાખરેચી ગામની હાઈસ્કૂલમાં ધો. ૧૦ અને ૧૨ના છાત્રોનો વિદાય સમારંભ યોજાયો

- text


મોરબી : માળીયા તાલુકાના ખાખરેચી ગામની સાર્વજનિક હાઈસ્કૂલમાં ધોરણ ૧૦ અને ૧૨ના છાત્રોના વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે મોરબીના જાણીતા હાસ્ય કલાકાર દેવેનભાઈ વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓને પરીક્ષાનો હાવ દૂર કરવો, પરીક્ષામાં સફળ કેવી રીતે થવું તેમજ પ્રોત્સાહનરૂપી વક્તવ્ય તેમની હાસ્યરૂપી શૈલીમાં રજુ કર્યા હતા.આ સાથે શાળાના સ્ટાફ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓને વન મિનિટ મેમરી ગેમની રમત રમાડીને આનંદ કરાવ્યો હતો.

આ તકે ધોરણ ૧૦ અને ૧૨ ના પ્રત્યેક વિદ્યાર્થીને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર,ખાખરેચી તેમજ માળીયા પોલીસ સ્ટેશન તરફથી એક એક પેન આપીને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. વિદ્યાર્થીઓએ પણ શાળાના અભ્યાસ કાળ દરમિયાનના પોતાના પ્રતિભાવ વ્યક્ત કર્યા હતા.. તેમજ શાળામાં પોતાની યાદ બની રહે એ માટે શાળાને ભેટ આપી હતી. અંતે શાળા પરિવાર તેમજ શાળાના આચાર્ય એ ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કરો તેવી શુભકામના પાઠવી હતી.

- text

- text