મોરબી જીઆઇડીસી પાસે ઈંગ્લીશ દારૂ સાથે ત્રણ ઝડપાયા

- text


મોરબી : મોરબી એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે જીઆઇડીસી પાસે ઈંગ્લીશ દારૂ સાથે ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા. આ ઈંગ્લીશ દારૂની હેરાફેરીમાં અન્ય એક બુટલેગરનું નામ ખુલતા પોલીસે તેની સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

- text

મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે નો સ્ટાફ પેટ્રોલીંગમા હોય દરમ્યાન પો.કોન્સ ચકુભાઇ કરોતરાને ખાનગીરાહે હકિકત મળેલ કે મોરબી શનાળા જી.આઇ.ડી.સીમા એસ.આર પેકેજીંગ કારખાના પાછળ અમુક ઇસમો ઇગ્લીશદારૂની હેરાફેરી કરતા હોય જેથી હકિકત આધારે રેઇડ કરીને આરોપીઓ પાર્થભાઇ ગૌતમભાઇ મહેતા (રહે.મોરબી શકતશનાળા પી.જી.વી.સી.એલ કોલોની સામે), મયુરભાઇ પ્રેમજીભાઇ સોલંકી (રહે.મોરબી નાનીવાવડી ગામ), ભરતસિંહ ગંભીરસિંહ જાડેજા (રહે.મોરબી વાવડીોડ મારૂતીનગર -૧ મુળરહે.તારાણા મોરાણા તા.જોડીયા)ને ભારતીય બનાવટના ઇગ્લીશ દારૂની બોટલો નંગ-૨૪ કિ.રૂ.૧૦૫૦૦ સાથે ઝડપી લીધા હતા.જ્યારે આરોપી રૂષીરાજસિંહ અનીરૂધ્ધસિંહ જાડેજા (રહે.મોરબી વાવડીરોડ કારીયા સોસાયટી) હાજર ન મળી આવતા તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

- text