પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ઝડફિયા હળવદની ટૂંકી મુલાકાતે

- text


હળવદ : રાજ્યના પૂર્વ ગૃહમંત્રી અને પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા હળવદની ટૂંકી મુલાકાતે આવ્યા હતા. તેઓએ સ્થાનિક ભાજપના અગ્રણીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી.

રાજ્યના પૂર્વ ગૃહમંત્રી અને પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાએ આજે કચ્છ ખાતે એક જાહેર કાર્યક્રમમાં હાજરી આપવા જતી વખતે હળવદમાં ટૂંકું રોકાણ કર્યું હતું. ત્યારે જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ શિહોરા, સ્થાનિક ભાજપ અગ્રણી રજનીભાઈ સંઘાણી અને નયનભાઈ દેત્રોજા સહિતના ભાજપના અગ્રણીઓએ ગોરધનભાઇની શુભેચ્છા મુલાકાત કરી હતી અને સ્થાનિક પક્ષ લેવના માળખાને મજબૂત બનાવવા અંગે ચર્ચા વિચારણા કરી હતી.

- text

- text