ચોમાસા પેહલા અવની ચોકડીએ પાણી ભરાવવાની સમસ્યા હલ કરવાની માંગ

- text


સ્થાનિક રહીશોએ પાલિકા તંત્ર ઉપરાંત ધારાસભ્યને પણ અવની ચોકડીએ પાઇપ નાખવા અને રસ્તો બનાવવાની રજુઆત કરી

મોરબી : મોરબીના પોશ વિસ્તાર અવની ચોકડીએ દર ચોમાસામાં પાણી ભરાવવાની સમસ્યા મામલે સ્થાનિક રહીશોએ નગરપાલિકા કચેરીએ મોરચો માંડ્યો હતો અને સ્થાનિક રહીશોએ પાલિકા તંત્ર ઉપરાંત ધારાસભ્યને પણ અવની ચોકડીએ પાઇપ નાખવા અને રસ્તો બનાવવાની ઉગ્ર રજુઆત કરી હતી.

મોરબીના પોશ વિસ્તાર અવની ચોકડી પાસે આવેલ આજુબાજુની સોસાયટીઓના રહીશોનું ટોળું સ્થાનિક કાઉન્સિલરો સાથે રાખી વરસાદી પાણી ભરાવવાની સમસ્યા માટે આજે રજુઆત કરવા નગરપાલિકા કચેરીએ દોડી ગયું હતું અને સ્થાનિક રહીશોએ પાલિકા પ્રમુખના પતિને ઘેરાવ કરીને ઉગ્ર રજુઆત કરી હતી કે દર ચોમાસામાં અવની ચોકડીએ એટલી હદે વરસાદી પાણી ભરાય જાય છે કે આસપાસની સોસાયટીઓ બેટમાં ફેરવાય જાય છે. વરસાદી પાણી ભરાવવાની વર્ષો જૂની સમસ્યા હોવા છતાં આ સમસ્યાનું આજદિન સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી. જેથી દર વર્ષે ચોમાસામાં વરસાદી પાણી ભરાવવાથી સ્થાનિક રહીશોને ભારે હાલાકી પડે છે. જો કે, વરસાદી પાણીના નિકાલ માટે પાઇપ નાખવા અને રસ્તાનું કામ મંજૂર થયું હોવા છતાં આ કામ કેમ કરાતું નથી તે બાબતે ઉગ્ર રજુઆત કરી હતી. જો કે થોડા સમય પછી ચોમાસુ માથે આવતું હોય તેથી તાત્કાલિક ધોરણે પાણી પહેલા પાળ બાંધવા માટે પાઇપ નાખવાની રજુઆત કરી હતી. આગામી ચોમાસા પહેલા આ કામ ન થાય તો દર વખતની જેમ આ વખતે પણ બેટમાં ફેરવાય જવાથી હાલાકી પડશે. સ્થાનિક રહીશોએ પાઇપ નાખવા અને રસ્તો બનાવવા માટે પાલિકા તંત્ર તેમજ ધારાસભ્યને પણ રજુઆત કરી હતી.

- text

- text