રાષ્ટ્રીય સુરક્ષા દિવસે મોરબીની ઓમ શાંતિ સ્કૂલના વિદ્યાર્થીઓએ લીધી પોલીસ સ્ટેશનની મુલાકાત

- text


મોરબીઃ આજે 4 માર્ચના રોજ દેશભરમાં રાષ્ટ્રીય સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મોરબીની ઓમ શાંતિ ઈંગ્લિશ મીડિયમ સ્કૂલના વિદ્યાર્થીઓને પોલીસ સ્ટેશનની મુલાકાત કરાવવામાં આવી હતી.

આજ રોજ રાષ્ટ્રીય સુરક્ષા દિવસ નિમિત્તે શાંતિ ઈંગ્લિશ મીડિયમ સ્કૂલ દ્વારા શાળાના વિદ્યાર્થીઓને મોરબીના એ-ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત કરાવવામાં આવી હતી. શાળાના વિદ્યાર્થીઓને પોલીસ સ્ટેશનના કર્મચારી દ્વારા સુરક્ષા અંતર્ગત વિવિધ બાબતો જેવી કે અકસ્માતથી કેવી રીતે બચવું તથા ટ્રાફિકની બાબતોથી માહિતગાર કરાયા હતા. વિદ્યાર્થીઓ દ્વારા સાઇબર ક્રાઇમ તથા સોશિયલ ક્રાઈમ વગેરે જેવા ગુનાથી કેવી રીતે સુરક્ષિત રહેવું સહિતના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. જેનો પોલીસ કર્મચારીઓએ સંતોષકારક જવાબ આપ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના પ્રિન્સિપલ સના કાઝી દ્વારા કરવામાં આવ્યું હતું તથા શાળાના ટ્રસ્ટી સુમન સર, સૂર્યરાજ સર, તથા સિદ્ધાર્થ સર દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

- text

- text