અગરિયાઓની મીઠ્ઠા ઉત્પાદન માટે જમીન ફાળવવા કલેક્ટરને રજૂઆત

- text


માળિયા તાલુકાના બગસરા ગામના રહેવાસીઓ દ્વારા વધુ એક વખત રજુઆત

માળિયા : તાલુકાના બગસરા ગામે અગરિયાઓ અને સ્થાનિકોએ મીઠ્ઠાના ઉત્પાદન માટે માંગેલી 10 એકર જમીન મામલે કોઈ નિરાકરણ ન આવતા વધુ એક વખત જિલ્લા કલેક્ટર સમક્ષ લેખિત રજૂઆત કરી છે.

ગત તારીખ 22 નવેમ્બર 2021ના રોજ 10 એકર મીઠ્ઠા ઉત્પાદન માટે કરેલી અરજી અંગે હજુ સુધી કોઈ પગલાં ભરવામાં ન આવતા બગસરા ગામના સ્થાનિકો અને અગરિયાઓએ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવ્યું છે કે, તેઓએ કરેલી માંગણીવાળી જમીનમાં બીજા મોટા માણસો તથા બહારના વ્યક્તિઓએ પાછળથી અજીઓ કરીને માપણી કરાવી છે અને તેના અધિપ્રાયો માટે કામ પણ ચાલી રહ્યું છે. ત્યારે આ જમીન પર પ્રથમ હક અગરિયાઓ તથા સ્થાનિકોનો હોય તેઓને જમીન આપવામાં આવે. કલેક્ટર કચેરી દ્વારા એકને ગોળ અને એકને ખોળની રાજનીતિ ચાલી રહી હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. અને અગરિયાઓ અને સ્થાનિકોને રોજીરોટી મળી રહે તે માટે આ જમીન આપવા માટે રજૂઆત કરવામાં આવી છે. જો આ અંગે કોઈ કાર્યવાહી નહીં થાય તો હાઈકોર્ટમાં અરજી કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

- text

- text