મોરબીના પંચાસર રોડ ઉપર જુગાર રમતા ચાર ઝડપાયા

- text


મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પંચાસર રોડ ઉપર ગીતા ઓઇલ મિલ પાછળના ભાગે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સોને ઝડપી લીધા હતા.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમે બાતમીને આધારે પંચાસર રોડ ઉપર ગીતા ઓઇલ મિલ પાછળ દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા તેજાભાઇ પંચાણભાઇ સમા, હરજીવનભાઇ છગનભાઇ મેરજા, હનીફભાઇ આદમભાઇ કૈડા અને આમદભાઇ મુસાભાઇ વડાવરીયાને તીનપતીનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપીયા 3,350 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text