વાંકાનેર પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ક્રિકેટ અને ચેસ ટુર્નામેન્ટ યોજાઈ

- text


મોરબીના લૃુણસર, જામસર સીઆરસીની ક્રિકેટ ટીમ વિજેતા બની.

મોરબી: મોરબી જિલ્લાના વાંકાનેર પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા વઘાસીયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ અને ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લૃુણસર જામસર સીઆરસીની ક્રિકેટ ટીમ વિજેતા બની હતી. તેમજ જીસીસી ઈલેવનની ટીમ રનર્સઅપ બની હતી. જયારે ચેસ ટુર્નામેન્ટમાં ભીમગુડા પ્રાથમિક શાળાના આચાર્ય રાકેશભાઈ રાઠોડ વિજેતા બન્યા હતા. આ ટુર્નામેન્ટમાં રેફરી તરીકે દેસાણી અલ્પેશભાઈએ ફરજ બજાવી હતી.

વાંકાનેર પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત ટુર્નામેન્ટમાં વાંકાનેર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ યુવરાજસિંહ વાળા, મહામંત્રી કોવડીયા આબીદઅલી, વાંકાનેરના રાજવી પરિવારમાંથી કેસરીદેવસિંહ, મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ ના પ્રમુખ ઘનશ્યામભાઈ દેથરિયા, મહામંત્રી દિનેશભાઈ હુંબલ, મોરબી, ટંકારા, વાંકાનેર, માળિયા તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ અને મહામંત્રી તેમજ વાંકાનેર શિક્ષણાધિકારી મંગુભાઇ પટેલ, વઘાસિયા ગ્રામ પંચાયતના સરપંચ ધર્મેન્દ્રસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text