મોરબી જિલ્લામાં સૌપ્રથમ મારવણીયા હોસ્પિટલમાં દાંત માટે એડવાન્સ 3D CBCT(સીટી સ્કેન) અને ડિજિટલ OPG મશીન કાર્યરત

દાંત અને જડબામાં થતી વિવિધ પ્રકારની તકલીફની વર્લ્ડ ક્લાસ સારવાર ઘરઆંગણે : MDS સ્પેશિયાલિસ્ટ અનુભવી ડો. જયદીપ મારવણીયા અને ડો. રિમ્પલ કૈલા મારવણીયાની સેવા ઉપ્લબ્ધ
એડવાન્સ 3D CBCT(સીટી સ્કેન) અને ડિજિટલ OPG X-Rayની મદદથી સચોટ નિદાન : સ્ક્રુની (Implant) મદદથી માત્ર 72 કલાકમાં બત્રીસી ફિક્સ કરવાની સારવાર, ફક્ત સિંગલ સિટિંગમાં CBCTની મદદથી દાંત બચાવવાની મૂળિયાંની સારવાર ( CT guided RCT), જડબામાં ત્રાસી આવતી ડહાપણ દાઢને સર્જરી દ્વારા કાઢવાની સારવાર, વાકાંચુકા દાંત તથા બાળકોના દાંતની તમામ પ્રકારની તકલીફની સારવાર, પાયોરિયા તથા રસોડી તેમજ સાદી ગાંઠની સારવાર, ઓછા ખુલતા મોં ની સારવાર, મોં માં થતા કેન્સરનું સચોટ નિદાન

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : દાંત અને જડબામાં થતી વિવિધ પ્રકારની તકલીફની વર્લ્ડ ક્લાસ સારવાર ઘરઆંગણે ઉપ્લબ્ધ બની છે. કારણકે મોરબી જિલ્લામાં સૌપ્રથમ મારવણીયા દાંત, મોં અને જડબાની હોસ્પિટલમા દાંત માટે એડવાન્સ 3D CBCT(સીટી સ્કેન) અને ડિજિટલ OPG મશીન કાર્યરત થઈ ગયું છે. તો હવે દૂર જવાને બદલે દર્દીઓને પોતાના જ શહેરમાં વર્લ્ડ ક્લાસ સારવાર મળી રહેશે.

મોરબીના સાવસર પ્લોટ મેઈન રોડ પર મંગલમ હોસ્પિટલની પાછળ ક્રિષ્ના ટ્રાવેલ્સની બાજુમાં સિટી યુનિયન બેંકની ઉપર બીજા માળે મારવણીયા દાંત, મોં અને જડબાની હોસ્પિટલ કાર્યરત છે. આ હોસ્પિટલમાં ઉત્તર ભારતની પ્રતિષ્ઠિત SPPGI હોસ્પિટલના MDS સ્પેશિયાલિસ્ટ અનુભવી ડોક્ટર ડો. જયદીપ મારવણીયા તથા એશિયાની સૌથી મોટી અમદાવાદ સિવિલના ડેન્ટલ સર્જન રહી ચૂકેલા નિષ્ણાંત ડો. રિમ્પલ કૈલા મારવણીયાની સેવા ઉપલબ્ધ છે.

અહીં દાંત અને જડબા માટે એડવાન્સ 3D CBCT(સીટી સ્કેન) અને ડિજિટલ OPG મશીન કાર્યરત થયું છે. હવે દાંત અને જડબામાં થતી વિવિધ પ્રકારની તકલીફની વર્લ્ડ ક્લાસ સારવાર આપણા મોરબીમાં ઘરઆંગણે આવેલ મારવણીયા દાંત, મોં અને જડબાની હોસ્પિટલમા ઉપલબ્ધ બની છે.

અહીં અતિ એડવાન્સ 3D CBCT(સીટી સ્કેન) અને ડિજિટલ OPG X-Rayના સચોટ અભ્યાસ બાદ માત્ર 72 કલાકમાં જ સ્ક્રુની (Implant) મદદથી બત્રીસી (દાંત) ફિક્સ કરી શકાશે. એડવાન્સ 3D CBCT(સીટી સ્કેન) અને ડિજિટલ OPG મશીનની મદદથી જડબામાં થતી તકલીફોમાં જેમ કે જડબાના સાંધાના દુખાવો (TMJ Pain), જડબામાં થતી રસીની ગાંઠ તથા ત્રાસી આવતી ડહાપણ દાઢનું સચોટ નિદાન અને ચોક્કસ સારવાર થશે. એડવાન્સ 3D CBCT(સીટી સ્કેન)ની મદદથી સિંગલ સિટિંગમાં દાંત બચાવવાની સારવાર ( CT guided RCT) કરવામા આવે છે. જેનાથી સડી ગયેલા કુદરતી દાંતને બચાવી શકાય છે. કાઢવાની જરૂર પડતી નથી.

આ સાથે અહીં એડવાન્સ 3D CBCT(સીટી સ્કેન) અને ડિજિટલ OPG મશીનની મદદથી મદદથી કેન્સર અને મ્યુકરમાઇકોસીસના દર્દીને ઓપરેશન બાદ થતા ચહેરાના ફેરફારને પહેલા જેવા નોર્મલ કરવાની સારવાર, જડબામાં ત્રાસી આવતી ડહાપણ દાઢને સર્જરી દ્વારા કાઢવાની સારવાર, પાન-માવા ખાવાથી ઘસાઈ ગયેલા દાંતને ફરીથી પહેલા જેવા યોગ્ય બનાવવાની સારવાર (FMR), નાના બાળકોની તમામ પ્રકારની દાંતની સારવાર, એડવાન્સ 3D CBCT(સીટી સ્કેન) અને ઓરલ સ્કેનરની મદદથી એડવાન્સ પદ્ધતિથી વાંકાચૂકા દાંત સીધા કરવાની સારવાર, દાંત પરથી ડાઘા દૂર કરવાની સારવાર (બ્લીચિંગ), પડી ગયેલા દાંતની જગ્યાએ ફિક્સ દાંત ( બ્રિજ) તથા ચોકઠા બનાવવાની સારવાર, દાંત પર ડાયમંડ બેસાડવાની સારવાર (ડેન્ટલ જવેલરી), રસોડી તથા સાદી ગાંઠની સારવાર, ઓછા ખુલતા મોં ની સારવાર તથા મોં માં થતા કેન્સરનું સચોટ નિદાન થશે.

વધુ વિગત માટે
મો.નં.9726920067