મોરબીમાં મસીનો ભયંકર ઉપદ્રવ : વાહનચાલકો-રાહદારીઓ પરેશાન 

- text


રાયડા સહિતના રવિ પાકની લણણીની મૌસમ શરૂ થતા જ મસી નામની જીવાતનું આક્રમણ 

મોરબી : મોરબી શહેરમાં આજે સવારથી અચાનક જ મસી નામની જીવાતે તરખાટ મચાવતા રસ્તે ચાલતા રાહદારીઓ અને વાહનચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી શહેરના મોટાભાગના વિસ્તારોમાં આજે સવારથી મસી નામની જીવાત તરખાટ મચાવાનું શરૂ કર્યું છે, મસી નામની જીવાત માર્ગ ઉપર ઉતરી આવતા લોકોને ખુબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, ખાસ કરીને વાતાવરણમાં ઉડા-ઉડ કરતી આ મસી નામની જીવંત કપડામાં ચોંટવાની સાથે આંખમાં પડતી હોય વાહન ચાલકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.

- text

મસીના ઉપદ્રવ અંગે ખેતીવાડી વિભાગનો સંપર્ક કરતા તેમને જણાવ્યું હતું કે રવિ સીઝનના વાવેતરમાં રાયડા સહિતના પાકની હાલમાં લણણીની મૌસમ શરૂ થઈ હોય ખેતીના પાકમાં આશરો મેળવતી આ જીવાંતનો માઈગ્રેશનનો પિરિયડ શરૂ થયો હોય આગામી અઠવાડિયા સુધી આવી સ્થિતિ જોવા મળે તેમ હોવાનું ઉમેર્યું હતું.

- text