મોરબીના લાલપરમાં આઈશ્રી ખોડિયાર જયંતિ ઉત્સવ ઉજવાશે

- text


આઈશ્રી ખોડિયાર ગ્રુપ મોરબીથી માટેલ જઈ ધ્વજારોહણ કરાશે, મહાપ્રસાદ, મહાઆરતીનું પણ આયોજન

મોરબીઃ મોરબીના આઈશ્રી ખોડિયાર ગ્રુપ જન્મ જયંતિ ઉત્સવનો પાંચમા વર્ષમાં મંગલ પ્રવેશ થઈ રહ્યો છે ત્યારે આગામી તારીખ 28 અને 29 જાન્યુઆરીના રોજ ભવ્ય ખોડિયાર જયંતિ ઉત્સવ ઉજવવામાં આવશે.

મોરબીના લોરેન્જો સિરામીકની બાજુમાં લાલપર ગામ ખાતે હસમુખભાઈ પ્રવિણભાઈ સાવરીયા અને જોષનાબેન હસમુખભાઈ સાવરીયાના આંગણે ખોડિયાર જયંતિ નિમિત્તે 28 જાન્યુઆરી ને શનિવારના રોજ રાત્રે 9 કલાકે આઈશ્રી ખોડિયાર સાતે બહેનોનો રાસ ગરબા (રાધેક્રિષ્ના રાસ-મા મોગલ રાસ) મહોત્સવનું આયોજન કરાયું છે. જેમાં આઈશ્રી ખોડિયાર ગ્રુપની બાળાઓ રાસ ભજવશે અને જાગરણનું પણ આયોજન કરાયું છે. જ્યારે 29 જાન્યુઆરી ને રવિવારના રોજ મોરબીથી માટેલ જવા માટે સવારે 5 કલાકે લાલપર ગામ, લોરેન્જો સિરામિક પાસેથી ગાડી ઉપડશે. ડી.જે.ના તાલે રાસ ગરબાની રમઝટ સાથે સૌ ભક્તો આ યાત્રામાં જોડાશે. ત્યારબાદ સવારે 8 કલાકે માટેલ મંદિર પર બાવન ગજની ધજા ચડાવવાનું આયોજન કરાયું છે. 10-30 કલાકે મહાઆરતી થશે. અને બપોરે 12 કલાકે મહાપ્રસાદનું આયોજન કરાયું છે. તો આ ખોડિયાર જયંતિ ઉત્સવમાં સૌ ધર્મ પ્રેમી જનતાને પધારવા આમંત્રણ પાઠવાયું છે.

- text

- text