મોરબીમા 120 બોટલ દારૂ ભરેલી વર્ના કાર સાથે ત્રિપુટી ઝડપાઇ

- text


એલસીબી ટીમે માળીયા ફાટક ઓવરબ્રિજ નીચે કરેલી કાર્યવાહી

મોરબી : મોરબીમા થર્ટી ફર્સ્ટ દરમિયાન બુટલેગરો ઉપર ધોસ બોલાવનાર પોલીસ તંત્ર દ્વારા દારૂની બદી સામે ઝુંબેશ યથાવત રાખવામાં આવી છે ત્યારે ગઈકાલે એલસીબી ટીમે માળીયા ફાટક ઓવરબ્રિજ નીચેથી બાતમીને આધારે120 બોટલ વિદેશી દારૂ ભરેલી વર્ના કાર સાથે ત્રિપુટીને ઝડપી લીધી હતી.

મોરબી એલસીબી ટીમને મળેલી બાતમીને આધારે માળીયા ફાટક ઓવરબ્રિજ નીચે વોચ ગોઠવવામાં આવી હતી. જે દરમિયાન જીજે – 03 – ડીજી – 5908 નંબરની વર્ના કાર પસાર થતા એલસીબી ટીમે અટકાવી તલાસી લેતા કારમાંથી મેકડોવેલ નંબર વન બ્રાન્ડની 120 બોટલ દારૂ કિંમત રૂપિયા 45 હજાર સાથે ત્રણ શખ્સ ઝડપાઇ ગયા હતા.

વધુમાં એલસીબી ટીમ દ્વારા ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની હેરફેર કરવા મામલે રવિ તુલશીભાઇ મુંજારીયા, રહે. વિધુતનગર સોસાયટી શેરી નંબર-૩ સર્કિટ હાઉસ સામે, મોરબી, અજીતસિંહ મહેન્દ્રસિંહ જાડેજા, વિધુતનગર સોસાયટી શેરી નંબર-૩ સર્કિટ હાઉસ સામે, મોરબી અને રાજપાલસિંહ અશોકસિંહ જાડેજા રહે. વિધુતનગર સોસાયટી શેરી નંબર-૩ સર્કિટ હાઉસ સામે મોરબી વાળાને અટકાયતમાં લઇ પૂછપરછ કરતા દારૂનો આ જથ્થો સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના જીવા ગામના ગજેન્દ્રસિંહ ઉર્ફે ધોધુભા બાપાલાલ ઝાલા પાસેથી મેળવ્યો હોવાની કબૂલાત આપતા એલસીબી પોલીસે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ચારેય વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવી 45 હજારની કિંમતનો 120 બોટલ દારૂ અને રૂપિયા બે લાખની કિંમતની કાર મળી કુલ રૂપિયા 2.45 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

- text

- text