વાંકનેરના સરતાનપર અને અગાભી પીપળીયા ગામે 6 બોટલ દારૂ સાથે બે ઝડપાયા

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે બાતમીને આધારે સરતાનપર અને અગાભી પીપળીયા ગામે દરોડો પાડી બન્ને ગામમાંથી ત્રણ – ત્રણ બોટલ વિદેશી દારૂ સાથે બે આરોપીઓને ઝડપી લીધા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસે સરતાનપર ગામની સીમમાં મોટો સીરામીક નજીકથી આરોપી રામજીભાઈ વાલજીભાઈ ગેલડીયા રહે. નાળધ્રી, સુરેન્દ્રનગર વાળાને મેકડોવેલ નંબર વન બ્રાન્ડની 3 બોટલ કિંમત રૂપિયા 1125 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

જ્યારે બીજા દરોડામાં વાંકાનેર તાલુકા પોલીસે અગાભી પીપળીયા ગામે ખોખીમોખી તરીકે ઓળખાતી સીમમાથી હરેશ ઉર્ફે હરિ પ્રવીણભાઈ ઉકેડીયા નામના આરોપીને મેકડોવેલ નંબર વન બ્રાન્ડની ત્રણ બોટલ કિંમત રૂપિયા 1125 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધ્યો હતો.

- text