મોરબી સમસ્ત લોહાણા સમાજ દ્વારા ધારાસભ્ય જીતુભાઈ સોમાણીનું સન્માન

- text


મોરબી : મોરબી સમસ્ત લોહાણા મહાજન સમાજના નેજા હેઠળ મોરબી લોહાણા મહાજન, રઘુવંશી ક્રાંતિ મંચ, અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના, રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ, રઘુવંશી યુવક મંડળ, રઘુવંશી મહિલા મંડળ, જલારામ મંદિર મહિલા મંડળ, લોહાણા વિદ્યાર્થી ભવન, જલારામ સેવા મંડળ, શ્રી જલારામ જન્મોત્સવ સમિતિ, ખખ્ખર પરિવાર, સમસ્ત પોપટ પરિવાર સહિતની સંસ્થાના અગ્રણીઓ દ્વારા વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીનું અનેરું સન્માન કરવામાં આવ્યુ હતું.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વાંકાનેર-કુવાડવા ૬૭ વિધાનસભા બેઠક પર રઘુવંશી સમાજના અગ્રણી અને રામધામના સ્વપ્નદ્રષ્ટા એવા જીતુભાઈ સોમાણી જંગી બહુમતીથી વિજયી બન્યા છે ત્યારે ૧૮૨ ધારાસભ્યોમાંથી એક માત્ર રઘુવંશી ધારાસભ્ય તરીકે જીતુભાઈ સોમાણીએ સમસ્ત લોહાણા સમાજને ગૌરવ અપાવતા સમસ્ત લોહાણા સમાજની એકતાના પ્રતિક સમા પવિત્ર રામધામ ખાતે ધારાસભ્ય જીતુભાઈ સોમાણીનો સન્માન સમારોહ તેમજ વિજયોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી લોહાણા સમાજની વિવિધ સંસ્થાના અગ્રણીઓ મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતેથી પ્રસ્થાન કરી રેલી સ્વરૂપે રામધામ મુકામે પહોંચ્યા હતા.

મોરબી લોહાણા મહાજન પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી, મંત્રી નરેન્દ્રભાઈ રાચ્છ, ચંદ્રવદનભાઈ પુજારા, પ્રવિણભાઈ સેતા, પ્રફુલ્લભાઈ કોટક, મુંકુંદભાઈ મીરાણી, કિર્તીભાઈ પાવાગઢી, જીતુભાઈ પુજારા, જીતુભાઈ રાજવીર, દીપકભાઈ સોમૈયા, સી.પી. પોપટ, રમણીકભાઈ ચંડીભમર, નિર્મિત કક્કડ, રઘુવંશી ક્રાંતિ મંચ મોરબી જિલ્લાના પ્રમુખ ભાવીનભાઈ ઘેલાણી, જિલ્લા મહિલા પ્રમુખ મેઘાબેન દીપકભાઈ પોપટ, અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના મોરબીના અધ્યક્ષ હસુભાઈ પુજારા, રઘુવંશી ક્રાંતિ મંચ શહેર પ્રમુખ તેજશભાઈ બારા, નૈમિષભાઈ પંડિત, અમિતભાઈ દક્ષિણી, શહેર મહિલા પ્રમુખ ભાવનાબેન સોમૈયા, શ્રી રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટના ટ્રસ્ટી હરીશભાઈ રાજા, રઘુવંશી યુવક મંડળના પ્રમુખ સંદીપભાઈ ખગ્રામ, ઉપપ્રમુખ જયેશભાઈ કોટેચા, ધર્મેશભાઈ ગંદા, પપ્પુભાઈ ચંડીભમર, પરિમલભાઈ હીરાણી, ભરતભાઈ રાચ્છ, લોહાણા વિદ્યાર્થી ભવન-મોરબીના ઉપપ્રમુખ દીપકભાઈ પોપટ, રઘુવંશી મહિલા મંડળ અગ્રણી ચંદ્રિકાબેન કીશોરભાઈ પલાણ, જલારામ મંદિર મહિલા મંડળના ચંદ્રિકાબેન માનસેતા, ભારતીબેન ચતવાણી, મીનાબેન ચંડીભમર, જલારામ સેવા મંડળ અગ્રણી કિશોરભાઈ ચંડીભમર, અશોકભાઈ વલ્લભદાસ કાનાબાર, અનિલભાઈ સોમૈયા, વિશાલભાઈ ગણાત્રા, કીશોરભાઈ ઘેલાણી, જયંતભાઈ રાઘુરા, સંજયભાઈ હીરાણી હાજર રહ્યા હતા.

આ તકે સમસ્ત પોપટ પરિવાર મોરબીના અગ્રણી પ્રફુલ્લભાઈ પોપટ (મંત્રી), દીપકભાઈ પોપટ, શૈલેષભાઈ પોપટ, જલારામ જન્મોત્સવ સમિતિના પ્રમુખ નરેન્દ્રભાઈ પોપટ, પૂર્વ પ્રમુખ કીશોરભાઈ પલાણ ઉપરાંત ભૂપતભાઈ ચંડીભમર, પંકજભાઈ ખખ્ખર, સંજયભાઈ જમનભાઈ ભોજાણી, નિલેશભાઈ ખખ્ખર, હકાભાઈ રાજા, પ્રદીપભાઈ પોપટ, જીતુભાઈ રાચ્છ, દીપેનભાઈ ચગ, રાજુભાઈ ભમ્મર(ભવાની ટાઈમ), હર્ષદભાઈ ભગદેવ, દીપકભાઈ જોબનપુત્રા, અતુલભાઈ પુજારા સહીતનાં અગ્રણીઓએ રઘુવંશી જ્ઞાતિ રત્ન એવા ધારાસભ્ય જીતુભાઈ સોમાણીનું અદકેરું સન્માન કર્યું હતું. મોરબી લોહાણા મહાજનની અપીલને માન આપી બહોળી સંખ્યામાં લોહાણા સમાજના અગ્રણીઓ શ્રી રામધામ મુકામે ધારાસભ્યનાં સન્માન સમારોહ તેમજ વિજયોત્સવમાં ઉપસ્થિત રહ્યા તે બદલ મોરબી લોહાણા મહાજન પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણીએ સમસ્ત લોહાણા સમાજનો આભાર વ્યક્ત કર્યો છે.

- text

- text