મોરબીના મહિલા કોન્સ્ટેબલ ભૂમિ ભૂતે 43.45 મિનિટમાં ગીરનાર સર કર્યો

- text


ગીરનાર આરોહણ – અવરોહણ સ્પર્ધામાં નવમી વખત ઝળક્યા : સતત આઠ સ્પર્ધામાં પ્રથમ આવ્યા બાદ આ વખતે ચોથા ક્રમે,હવે નેશનલ રમશે

મોરબી : મોરબી પોલીસ હેડ ક્વાટર્સમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કોન્સટેબલ અને દોડવીર એવા ભૂમિબેન ભૂત ગીરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં છેલ્લા આઠ વર્ષથી અવલ્લ આવી મોરબીને ગૌરવ અપાવી રહ્યા છે ત્યારે આ વખતે પણ તેઓએ સ્પર્ધામાં સતત નવમી વખત ભાગ લીધો હતો. માત્ર બે કે ત્રણ સેકન્ડના ફેરફારને કારણે તેઓ બીજા ક્રમને બદલે ચોથા ક્રમે વિજેતા બન્યા હતા. જો કે, આમ છતાં તેઓ નેશનલ સ્પર્ધામાં ભાગ લેવા માટે ક્વોલિફાય થયા છે.

પ્રતિવર્ષ જૂનાગઢ ખાતે ગીરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન થાય છે ત્યારે રવિવારે યોજાયેલ રાજ્યકક્ષાની 37મી ગીરનાર આરોહણ સ્પર્ધામાં કડકડતી ઠંડીમાં રાજ્યભરમાંથી 1227 સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો જેમાં મોરબી પોલીસ હેડ ક્વાટર્સમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ ભૂમિબેન દુર્લભજીભાઈ ભૂતે સતત નવમી વખત સિનિયર ગર્લ્સ કેટેગરીમાં ભાગ લીધો હતો. જો કે પાછલી આઠ સ્પર્ધામાં સતત પ્રથમ નંબરે આવતા ભૂમિબેન આ વખતે બે ત્રણ સેકન્ડના ફેરફારને કારણે ચોથા નંબરે આવી મોરબીનુ ગૌરવ વધાર્યું છે.

ઉલ્લેખનીય છે કે મોરબીના મહિલા કોન્સ્ટેબલ ભૂમિબેન ભૂત આ અગાઉ અનેક દૌડ સ્પર્ધામાં અવલ્લ નંબરે વિજેતા બની ચુક્યા છે ત્યારે ગઈકાલે તેઓએ 43.45 મિનિટમાં કઠિન ગણાતી ગિરનાર આરોહણ – અવરોહણ સ્પર્ધા પૂર્ણ કરી સિનિયર ગર્લ્સ કેટેગરીમાં ચોથા નંબરે વિજેતા બનતા હવે તેઓ નેશનલ રમવા ક્વોલિફાય થયા છે અને આ સ્પર્ધામાં રહેલી કચાસ તેઓ આગામી નેશનલ સ્પર્ધામાં પૂર્ણ કરી અવલ્લ આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

- text

- text