આમરણ હાઈસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું ગેટ-ટુ-ગેધર યોજાયું

- text


મોરબી : શાળા જીવનમાં બનેલા મિત્રો હંમેશા યાદ રહેતાં હોય છે. આ વ્યસ્ત જીવનમાં આવા મિત્રોને મળવાનો લ્હાવો ભાગ્યે જ મળતો હોય છે ત્યારે મોરબીના આમરણ ગામની હાઈસ્કૂલમાં સાથે અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ 21 વર્ષ બાદ એકબીજાને મળ્યા હતા. ધોરણ 10માં સાથે અભ્યાસ કરતાં વર્ષ 2001ના વિદ્યાર્થીઓનો એક ગેટ-ટુ-ગેધરનો કાર્યક્રમ આમરણ ગામે યોજાયો હતો.

ગઈકાલે તારીખ 1 જાન્યુઆરી ને રવિવારના રોજ આમરણ ગામે આવેલા મેલડી માતાજીના મંદિરે 2001ની ધોરણ 10ની બેચના આમરણ હાઈસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો ગેટ-ટુ-ગેધરનો કાર્યક્રમ યોજાયો હતો. 30 જેટલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ 21 વર્ષ બાદ સાથે મળીને જુના સંસ્મરણોને યાદ કરીને એકબીજાના હાલચાલ પૂછ્યા હતા.

- text

- text