મોરબીના સામાકાંઠાની સોસાયટીમાં સીસીરોડનું કામ અધૂરું છોડી દેવાતા સ્થાનિકોમાં રોષ

- text


રોડનું નબળું તેમજ અધૂરું કામ કરનાર જવાબદાર કોન્ટ્રકટ એજન્સી સામે પગલાં લેવા નગરપાલિકાને રજુઆત

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ધર્મસિદ્ધિ સોસાયટીમાં સીસીરોડનું કામ અધૂરું છોડી દેવાતા સ્થાનિકોમાં રોષ વ્યાપી ગયો છે. આથી સ્થાનિકોએ રોડનું નબળું તેમજ અધૂરું કામ કરનાર જવાબદાર કોન્ટ્રકટ એજન્સી સામે પગલાં લેવા નગરપાલિકાને રજુઆત કરી છે.

મોરબીના સામેકાંઠે ઋષભ નગર પાસે આવેલ ધર્મસિદ્ધિ સોસાયટીના રહેવાસીઓએ નગરપાલિકાને રજુઆત કરી હતી કે, ધર્મસિદ્ધિ સોસાયટીમાં(હરિઓમ એપાર્ટમેન્ટ અને મહેશ્વર એપાર્ટમેન્ટની વચ્ચેવાળી શેરી) ઘણા પ્રયાસો બાદ ૧૫ વર્ષ પછી સીસીરોડનું કામ મંજુર કરવામાં આવ્યું હતું અને ૨૬/૦૯/૨૦૨૨ ના રોજ કામ જે તે કોન્ટ્રાકટર દ્વારા આ રોડનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ હજુ કામ કર્યા તેના પૂરા ત્રણ મહિના પણ નથી થયા ત્યાં રોડ તુંટવા લાગ્યો છે. તેમજ કોન્ટ્રાક્ટ દ્વારા કામ પૂરૂ પણ કરવામાં આવ્યું નથી. અધૂરું કામ કરી તેઓ ચાલ્યા ગયા છે. હાલ સોસાયટીના નાગરિકોમાં ભારે રોષ વ્યાપી ગયી છે કે ઘણા સમય પછી રોડ મંજુર થયું હતું પરંતુ આટલા જ સમયમાં તૂટવા લાગતાં નગરિકોમાં આક્રોશ છે. જેથી જે કોન્ટ્રાકટર દ્વારા આ રોડ કરવામાં આવેલ તેને જ્યાં સુધી આ રોડ ફરીથી બનાવી ન આપવામાં આવે ત્યાં સુધી તેમેને કોઈ પણ પ્રકારનું ચૂકવણું કરવામાં ન આવે જેથી કરીને સરકારના પૈસાનો વ્યય થતો બચે તેમજ નબળું કામ માટે કોન્ટ્રાકટર વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવે એવી માંગણી કરી છે.

- text

- text