મોરબીના અગ્રણી વેપારી, વકીલ, તબીબના મતે કોની સરકાર બને છે ? વાંચો 

- text


શાળા સંચાલકોએ પણ મોરબી તમામ બેઠક ઉપર ભાજપની જીત સાથે 125 બેઠકો આવવાની શક્યતા વ્યક્ત કરી 

મોરબી : ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થવા આડે હવે ગણતરીની કલાકો જ બાકી રહી છે ત્યારે વિવિધ સર્વેના પરિણામો મુજબ ગુજરાતમાં ફરી ભાજપ સરકાર બનાવ જઈ રહી છે ત્યારે મોરબીના અગ્રણી વેપારીઓ, વકીલો, તબીબો અને શાળા કોલેજના સંચાલકોના મતે મોરબીની તમામ બેઠકો ઉપર ભાજપની જીત થવાની સાથે રાજ્યમાં 120થી 125 બેઠકો સાથે સરકાર રચાશે તેવી શક્યતા વ્યક્ત કરી છે.

આગામી 8 ડિસેમ્બરે મોરબી સહીત રાજ્યની 182 વિધાનસભા બેઠકો માટે ચૂંટણી પરિણામો જાહેર થનાર છે ત્યારે આ અંગે મોરબીના વેપારી અગ્રણી મહેશભાઈ ભારવાણીએ જણાવ્યું હતું કે મોરબી બેઠક માટે જેન્તીભાઇ પટેલ અને કાંતિલાલ અમૃતિયા વચ્ચે ભારે રસાકસી થશે પરંતુ જીત તો ચોક્કસપણે ભાજપના ઉમેદવાર કાંતિલાલ અમૃતીયાની થશે સાથે જ ગુજરાતમાં ભાજપને 100થી વધુ બેઠકો મળવાની શક્યતા વ્યક્ત કરી હતી. સાથે જ મોરબીના અગ્રણી વેપારી વિપુલ ટોલીયાએ પણ મોરબીમાં કાંતિલાલના વિજય સાથે ભાજપ 125 થી વધુ બેઠકો ઉપર જીતશે તેમ જણાવ્યું હતું.

મોરબીના અગ્રણી તબીબ ડો.વિજય ગઢિયાના મતે ગુજરાતમાં 120 જેટલી બેઠકો સાથે ભારતીય જનતા પાર્ટી ફરી સતાસ્થાને બિરાજશે, જો કે મોરબી બેઠક ઉપર રસાકસી જોતા તેઓએ અહીં ભાજપના ઉમેદવાર કાંતિલાલ અમૃતીયાને પાતળી સરસાઈ સાથે જીત થવાની શક્યતા વ્યક્ત કરવાની સાથે આ વખતે આમ આદમી પાર્ટી મેદાને હોય કમસેકમ 10 ટકા વોટ શેર આમ આદમી પાર્ટી લઈ જશે તેવું જણાવ્યું હતું.

- text

મોરબીના જાણીતા વકીલ પી.ડી.માનસેતાએ ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામો અંગે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર જ બનશે પરંતુ મોરબી બેઠક ઉપર ભાજપ કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો ચૂંટણી જંગ ખેલાયો હોય જીત કોઈની પણ થાય પાતળી સરસાઈ સાથે ઉમેદવાર વિજેતા થશે તેમ જણાવ્યું હતું.

શિક્ષણક્ષેત્રે અગ્રણી એવા પી.ડી.કાંજીયાએ ગુજરાત વિધાનસભા ચૂંટણી અંગે પોતાનો મત વ્યક્ત કરતા જણાવ્યું હતું કે રાજ્યમાં 125થી 130 બેઠકો સાથે ચોક્કસથી ભાજપ સતા ઉપર બિરાજશે અને મોરબીની તમામ બેઠકો પણ ભાજપના ખાતામાં જશે, એ જ રીતે જાણીતા કેળવણીકાર અને સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ એસોશિએશન પ્રમુખ મનોજભાઈ ઓગણજાએ પણ ભારતીય જનતા પાર્ટીને 110થી 120 બેઠકો સાથે ભાજપ સરકાર રચશે તેવું જણાવી મોરબીમાં ભાજપના કાંતિલાલ 5થી 10 હજાર મતે વિજેતા બનશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

- text