જાહેરમાં ફાયરિંગ કરનાર બે વિરુદ્ધ ગુન્હો નોંધાયો

- text


માળીયા : માળીયા તાલુકાના સરવડ ગામના પાટિયા પાસે જીપમાં આવેલા બે શખ્સોએ ફાયરિંગ કરી અન્યોની જિંદગી જોખમમાં મુકતા આ મામલે માળીયા પોલીસ ફરિયાદી બનીને બન્ને વિરુદ્ધ ગુન્હો નોંધ્યો છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ માળીયા તાલુકાના સરવડ ગામના પાટિયા પાસે આરોપી રફીક કાદરભાઈ જેડા રહે. માળીયા અને યુસુફ અલારખાભાઈ સંધવાણી નામના શખ્સોએ લાલ કલરની જીપમાં આવી રિવોલ્વરમાંથી ફાયરિંગ કરી અન્યોની જિંદગી જોખમમાં મુકતા માળીયા પોલીસે જાતે ફરિયાદી બની બન્ને શખ્સ વિરુદ્ધ આર્મ્સ એકટ સહિતની કલમ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text