ટંકારામાં તસ્કરો ગોડાઉનમાંથી રૂ.8.16 લાખનું જીરું અને વજન કાંટો ચોરી ગયા

- text


ટંકારા : ટંકારા નજીક આવેલ તિરૂપતી એંન્ટરપ્રાઈઝ ગોડાઉનમાં તસ્કરોએ ત્રાટકીને આ ગોડાઉનમાંથી રૂ.8.16 લાખનું જીરું અને વજન કાંટો ચોરી ગયા હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે ગૌડાઉનના માલિકે ત્રણથી ચાર અજાણ્યા શખ્સો સામે ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

ટંકારા પોલીસ સ્ટેશનમાંથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી પ્રવિણભાઈ મોહનભાઈ અણદાણી (ઉ.વ ૫૭ ધંધો વેપાર.રહે રાજકોટ શિવધારા રેસડંસી મોરબી રોડ)એ અજાણ્યા ત્રણથી ચાર ઇસમો સામે ચોરીની ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૨૫ના રોજ રાત્રીના સમયે ટંકારા નજીક આવેલ તિરૂપતી એંન્ટરપ્રાઈઝ ગોડાઉનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને ફરીયાદીની તિરૂપતી એંટરપ્રાઈઝ ગોડાઉનમા મોડી રાત્રીના કોઇ અજાણ્યા ચોર ઇસમોએ ગોડાઉનનુ શટર તોડી અંદર પ્રવેશ કરી ગોડાઉનમા રાખેલ ઝીરા ના કટ્ટા નંગ ૬૮ જેની કિ રૂ ૮૧૬૦૦૦ તથા એક ઇલેકટ્રીક વજન કાંટો જેની કિ રૂ ૫૦૦૦ મળી કુલ રૂ ૮૨૧૦૦૦ ના મુદ્દામાલ ની અજાણ્યા ચોર ઇસમો ચોરી કરી ગયા હતા. પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

- text