ટંકારામાં સંવિધાન દિવસની ઉજવણી કરાઈ 

- text


ટંકારા: ગઈકાલે ઠેર – ઠેર સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ટંકારાના ખીજડીયા રોડ પર આવેલી વસાહતમાં પણ સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

ગઈકાલે તારીખ 26 નવેમ્બરે ટંકારાના ખીજડીયા રોડ પર આવેલી ગરીબ, પીડિત, શોષિત અને વંચિત સમાજના લોકોની વસાહતમાં ૭૩ માં “સંવિધાન દિવસ” નિમિતે ડૉ. બાબા સાહેબ આંબેડકર અને કાંસીરામ સાહેબની યાદમાં “ભારતીય બંધારણ”ના ઉપક્રમે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ભાવિષા, કિર્તી, ચાહત અને કોમલ દ્વારા દિપ પ્રક્ટાવી ડૉ.બાબા સાહેબ અને કાશીરામ સાહેબનાં તૈલી ચિત્રોને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી. કોમલ નામની બાળાએ બાબા સાહેબના જીવન પર પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. એડવોકેટ હિતેષભાઈ દ્વારા સંવિધાન અને કાયદાકીય પ્રવૃતિઓ વિશે માહિતી આપવામાં આવી હતી.

આ તકે ઉપસરપંચ નિર્મળાબેન ચાવડા, ગીતાબેન વાળા, ટંકારાના સામાજીક કાર્યકર હેમંતભાઇ ચાવડા, પ્રવીણભાઈ ચૌહાણ, દિલિપભાઈ મકવાણા, અશ્વિનભાઈ પરમાર, જીતુભાઈ, નરેન્દ્રભાઈ, વિનુભાઈ, મનોજભાઈ વાળા,ગોવિંદભાઈ, ભરતભાઈ અને બહોળી સંખ્યામાં બહેનો અને બાળકો હાજર રહ્યા હતા. કાર્યક્રમ પૂર્ણ થયે સમૂહ ભોજન રાખવામાં આવ્યું હતું. બંધારણ દિવસની ઉજવણીમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમનું સમાપન હેમંતભાઇ ચાવડા દ્વારા કરાયું હતું.

- text

- text