મોરબીમાં 17, ટંકારામાં 5 અને વાંકાનેરમાં 13 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં

- text


મોરબીમાં 17 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં રહેતા ઇવીએમમાં બબ્બે બેલેટ યુનિટ રાખવા પડશે : મોરબી જિલ્લાની ત્રણેય બેઠકોનું ચૂંટણીચિત્ર સ્પષ્ટ

ઉમેદવારીપત્ર પરત ખેંચવાના દિવસે મોરબીમાં નવ, ટંકારામાં બે અને વાંકાનેરમાં આજે 4 ફોર્મ પરત ખેંચાયા

મોરબી : મોરબી જિલ્લામાં પ્રથમ તબક્કામાં યોજાનાર વિધાનસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત આજે ઉમેદવારીપત્ર પરત ખેંચવાના દિવસે મોરબીમાં નવ, ટંકારામાં બે અને વાંકાનેરમાં આજે બે ફોર્મ પરત ખેંચાતા મોરબીમાં 17, ટંકારામાં 5 અને વાંકાનેરમાં 13 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહ્યા છે અને ચૂંટણીચિત્ર સ્પષ્ટ બન્યું છે. જો કે એક ઇવીએમમાં બેલેટ યુનિટમાં 16 ઉમેદવારોના નામ જ રહી શકતા હોય મોરબી માળીયા બેઠકમાં 17 ઉમેદવાર હોવાથી બબ્બે બેલેટ યુનિટ રાખવા પડશે.

મોરબી જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકોની સ્થિતિ જોઈએ તો મોરબી – માળીયા બેઠક માટે કુલ 36 ફોર્મ ભરાયા હતા જેમાં બે ફોર્મ રદ થવાની સાથે બે દિવસમાં કુલ 9 ઉમેદવારીપત્ર પરત ખેંચાવાની સાથે એકથી વધુ ઉમેદવારી પત્રક રજૂ કરનાર ઉમેદવારના ફોર્મ આપોઆપ રદ થતા મોરબી બેઠકમાં હવે ભાજપ, કોંગ્રેસ, આપ, બસપા અને અપક્ષ મળી કુલ 17 ઉમેદવારો મેદાનમાં રહેતા હવે મોરબી-માળીયા બેઠકમાં ઈવીએમમાં બબ્બે બેલેટ યુનિટ રાખવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.

65 મોરબી- માળીયા બેઠકના ઉમેદવારોની યાદી

(1) કાંતિલાલ અમૃતિયા – ભાજપ
(2) જ્યંતિભાઈ જેરાજભાઈ પટેલ – કોંગ્રેસ
(3) પંકજભાઈ રાણસરીયા – આમ આદમી પાર્ટી
(4) કાસમભાઈ સુમરા – બહુજન સમાજ પાર્ટી
(5) અશ્વિનકુમાર હરિભાઈ ટુંડીયા – અપક્ષ
(6) નિરુપાબેન નટવરલાલ માધુ – અપક્ષ
(7) મહેશભાઈ ધનજીભાઈ જાદવ – અપક્ષ
(8) ગોપાલભાઈ વિનુભાઈ સીતાપરા – અપક્ષ
(9) બળવંતભાઈ નથુભાઈ શેખવા – અપક્ષ
(10) હસન અલુભાઈ મોવર – અપક્ષ
(11) સિરાજ અમીરઅલી પોપટિયા – અપક્ષ
(12) અકબરભાઈ હુસેનભાઇ જેડા – અપક્ષ
(13) આરીફ મહંમદહુસેન ખોરમ – અપક્ષ
(14) દાઉદશા રહેમાનશા શાહમદાર – અપક્ષ
(15) વિવેક જયંતીલાલ મીરાણી – અપક્ષ
(16) ગુલામહુશેન હનીફભાઇ મોવર – અપક્ષ
(17) ઇકબાલભાઇ હુસેનભાઇ કટિયા – અપક્ષ


ટંકારા વિધાનસભા બેઠકમાં જોઈએ તો કુલ 18 ઉમેદવારીપત્ર ભરવામાં આવ્યા હતા જેમાં આજે બે ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચવાની સાથે 11 ઉમેદવારીપત્ર રદ કરવામાં આવતા હવે ટંકારા- પડધરી બેઠક માટે કુલ 5 ઉમેદવારો જ મેદાનમાં રહ્યા છે.

- text

ટંકારા પડધરી બેઠકના ઉમેદવાર

(1) દુર્લભજીભાઈ દેથરીયા – ભાજપ
(2) લલિતભાઈ કગથરા – કોંગ્રેસ
(3) સંજયભાઈ ભટાસણા – આમ આદમી પાર્ટી
(4) મુસાભાઇ ચાનાણી – (બહુજન સમાજ પાર્ટી)
(5) શૈલેષ પરમાર (વ્યવસ્થા પરિવર્તન પાર્ટી )


એ જ રીતે વાંકાનેર બેઠકની સ્થિતિ જોઈએ તો આ બેઠક માટે ગઈકાલે બે બાદ આજે પણ બે અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારીપત્ર પરત ખેંચતા હવે વાંકાનેર કુવાડવા બેઠક માટે કુલ 13 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહ્યા હોવાનું સત્તાવાર સૂત્રો જણાવી રહ્યા છે.

વાંકાનેર-કુવાડવા બેઠકના ઉમેદવાર

(1) જીતેન્દ્ર કાંતિલાલ સોમાણી – ભાજપ
(2) મહમદજાવિદ અબ્દુલ મુતલીબ પીરઝાદા – કોંગ્રેસ
(3) વિક્રમભાઈ વલ્લભભાઈ સોરાણી – આમ આદમી પાર્ટી
(4) ભુપેન્દ્ર કનુભાઈ સાગઠીયા – બહુજન સમાજ પાર્ટી
(5) પ્રકાશભાઈ નારણભાઇ અજાડીયા – રાષ્ટ્રીય જનક્રાંતિ પાર્ટી
(6) મહેબુબભાઇ જમાલભાઈ પીપરવાડીયા – અપક્ષ
(7) જીતેશભાઇ રૂપાભાઇ સંતોલા – અપક્ષ
(8) નરેન્દ્રભાઈ દેંગાડા – અપક્ષ
(9) નવીનભાઈ અમૃતભાઈ વોરા – અપક્ષ
(10) હીનાબેન પ્રવીણભાઈ રૈયાણી – અપક્ષ
(11) મેરામભાઇ કરમણભાઇ વરુ – અપક્ષ
(12) વલ્લભભાઈ કરસનભાઈ વાઘેલા – અપક્ષ
(13) રમેશભાઈ લવજીભાઈ ડાભી – અપક્ષ


ઉલ્લેખનીય છે કે વર્ષ 2017ની સામાન્ય વિધાનસભા ચૂંટણીમાં મોરબી બેઠકમાં 9 ઉમેદવાર મેદાનમાં હતા અને 71.67 ટકા મતદાન થયું હતું. જયારે ટંકારા બેઠકમાં12 ઉમેદવાર મેદાનમાં હતા અને 74.43 ટકા મતદાન થયુ હતું જયારે વાંકાનેર બેઠકમાં 14 ઉમેદવાર વચ્ચેના ચૂંટણી જંગમાં 74.89 ટકા મતદાન થયું હતું.

- text