કાનાભાઈએ ટકોર કરી..વિજયભાઈ હવે મારી થોડીક છાપ સુધારો ને..હવે મને વડીલ ગણો ને !

- text


વિજય ભાઈ પણ સામે જવાબ આપ્યો કાનો સુધારવાનો નથી…અને ઈ જ કાનાની મજા છે : પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

નરેન્દ્રભાઈ હોય, કેશુભાઈ હોય કે વિજયભાઈ હોય મને ચા લેવા અને દૂધ લેવા જ મોકલ્યો !! હવે હું સાતમી વાર લડું છું, હવે તો મને સિનિયર ગણો !! હું તમેં કહેશો એમ જ કરીશ..!!

મોરબી : આજરોજ મોરબી -માળીયા મતવિસ્તારના ભાજપના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયાના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે આખાબોલા કાનાલાલે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી તરફ જોઈને કહ્યું હતું કે વિજયભાઈ હવે મારી થોડીક છાપ સુધારો ને હું આ સાતમી વખત ચૂંટણી લડું છું, બીજા બધા તો પહેલી કે બીજી વાર લડતા હશે…. હવે મને સિનિયર ગણો તો સારું..સામા પક્ષે વિજયભાઈ રૂપાણીએ પણ પોતાના વક્તવ્યમાં કહ્યું હતું કે, કાનો સુધારવાનો નથી…. ઈ જ કાનાની મજા છે, કાનાભાઇ તો પારકી છઠ્ઠીનો જાગતલ અને સાચા લોકસેવક છે, બીજા માટે પાણીમાં કૂદી પડનાર કાનાભાઇ ને ઝૂલતા પુલ દુર્ઘટના સમયની વાત પણ પૂર્વ મુખ્યમંત્રીએ કહી કાનભાઈએ જે કહ્યું તેની ગંભીર નોંધ લીધી હોવાનું ઉમેર્યું હતું.

આજે મોરબીના શનાળા રોડ ઉપર ઓમશાંતિ વિદ્યાલય ચોક ખાતે મોરબી -માળીયા મતવિસ્તારના ભાજપના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયાના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે યોજાયેલ જાહેર સભામાં સાતમી વખત ચૂંટણી લડી રહેલા કાનાભાઈએ આગામી ચૂંટણીમાં પોતાના વિજયને નિશ્ચિત ગણાવી સરકારમાં મંત્રીપદ મળે તેવો ઈશારો કરતા હોય તેમ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રીને સ્ટેજ ઉપરથી કહ્યું હતું કે, વિજયભાઈ હવે મારી થોડીક છાપ સુધારો ને હવે મને કાનો ગણવાને બદલે વડીલ ગણો..હું સાતમી વાર ચૂંટણી લડી રહ્યો છું..એવું કહેતા ઉમેર્યું હતું કે, નરેન્દ્રભાઈ હોય, કેશુભાઈ હોય કે વિજયભાઈ હોય કે વજુભાઇ હોય બધા મને ચા લેવા અને દૂધ લેવા જ મોકલ્યો…હવે તો હું સાતમી વાર લડુ છું ! એવું કહી કાનભાઈએ સિનિયર ગણવા જણાવી કહ્યું હતું કે મને વડીલ ગણો તો હું ય સુધરી જઈશ, કાનાભાઈના આ વાક્યો અને ટકોરનેં આગામી ચૂંટણીમાં તેમની જીત બાદ મંત્રીમંડળમાં જગ્યા મળે તે માટે પ્રદેશના આગેવાનો અને અન્ય આગેવાનો તરફ માર્મિક ટકોર કરી હોવાનું ચર્ચાય રહ્યું છે.

- text

બીજી તરફ કાંતિલાલ અમૃતીયાના સવાલનો જવાબ આપતા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે કાનો સુધારવાનો નથી, અને ઇજ મજા છે કાના ની..કાનાભાઇ તો મોરબીના સાચા લોકસેવક હોવાનું જણાવી તેઓએ ઉમેર્યું હતું કે કાનાભાઇ પારકી છઠ્ઠીના જાગતલ છે, આ તકે ઝૂલતા પુલ દુર્ઘટના સમયે પાણીમાં કૂદી પડનાર કાંતિલાલની લોકસેવાને બિરદાવી પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈએ કહ્યું હતું કે કાનાભાઈએ મને ગર્ભિત રીતે ઘણું કહી દીધું છે. એની નાની વાતમાં હું ઘણું સમજી ગયો છું, પરંતુ કાનો છે ઈ જ રહે તેમાં જ મજા હોવાનું પણ તેમને ઉમેર્યું હતું. અને કાનાભાઈ ભરપૂર વખાણ કર્યા હતા.

- text