ભાજપના ક્ષત્રિય આગેવાનોની અપીલને ધ્યાને લઇ વાંકાનેર મહારાણા અપક્ષ નહિ લડે

- text


 

ભાજપ દ્વારા ટીકીટ નહિ અપાતા અપક્ષ લડવા કર્યો હતો નિર્ણય

વાંકાનેર : વાંકાનેર વિધાનસભા બેઠક ઉપર પ્રબળ દાવેદાર ગણાતા વાંકાનેર મહારાણા કેસરીદેવસિંહજી ઝાલાને ભાજપે ટિકિટ ન આપતા અપક્ષ ચૂંટણી લડવા મન બનાવી ઉમેદવારીપત્ર પણ મેળવ્યું હતું પરંતુ ક્ષત્રિય સમાજ અને પ્રદેશ ભાજપના આગેવાનોની અપીલ ધ્યાને લઇ અપક્ષ નહિ લડવા નિર્ણય જાહેર કર્યો છે.

વાંકાનેર વિધાનસભા બેઠક ઉપર પ્રબળ દાવેદાર ગણાતા મહારાણા કેસરીદેવસિંહજી ઝાલાને બદલે ભાજપે જીતુભાઇ સોમાણીને ઉમેદવાર ઘોષિત કરતા ક્ષત્રિય સમાજમાં ભારોભાર નારાજગી વચ્ચે મહારાણા કેસરીદેવસિંહજી ઝાલાએ અપક્ષ ચૂંટણી લડવા નિર્ણય જાહેર કર્યો હતો અને આ માટે અપક્ષ લડવા ઉમેદવારીપત્ર પણ મેળવી લેવામાં આવ્યું હતું.

- text

બીજી તરફ અન્યાય થયાના બીજે જ દિવસે વાંકાનેર ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠક મળ્યા બાદ આજરોજ પ્રદેશ ભાજપના આગેવાનોમાં પ્રદીપસિંહ વાઘેલા, ભુપેન્દ્રસિંહ ચુડાસમા સહિતનાઓ ક્ષત્રિય આગેવાનો તેમજ કરણી સેનાના આગેવાનો, મોરબી રાજપૂત સમાજના આગેવાનો અને વાંકાનેર સમગ્ર ક્ષત્રિય સમાજ દ્વારા અપીલ અપક્ષ નહિ લડવા માટે સમજાવટ થતા અંતે વાંકાનેર મહારાણા દ્વારા અપક્ષ ચૂંટણી નહિ લડવા નિર્ણય જાહેર કર્યા છે.

 

- text