મોરબીમાં મોટર સાયકલ ધીમું ચલાવવાનું કહેતા છરી વડે હુમલો

- text


મોરબી : મોરબીના વિપુલનગર વિસ્તારમાં ઘર પાસે મોટર સાયકલ ધીમું ચલાવવાનું કહેતા બે શખ્સોએ છરી વડે હુમલો કરી બે વ્યક્તિઓને ઇજા પહોંચાડતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વિપુલનગર વિસ્તારમાં રહેતા જયેશભાઇ જગદીશભાઈ પરમારે તેમના ઘર પાસેથી પસાર થતા મનસુખ હનાભાઈ ચાવડા અને કિરીટ નાનજીભાઈ ચાવડાને મોટર સાયકલ ધીમું ચલાવવાનું કહેતા બન્ને શખ્સ ઉશ્કેરાઈ ગયા હતા અને જયેશભાઇ તેમજ દીપકભાઈને ગાળો આપી ઢીકા પાટુનો માર મારી આરોપીઓએ જએશભાઈને છરીના ઘા ઝીકી દેતા બન્ને વિરુદ્ધ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

- text

- text