ઝૂલતા પૂલ દુર્ઘટના : સિવિલ હોસ્પિટલમાં સેંકડો મૃતદેહ, હૃદયદ્રવક દ્રશ્યો સર્જાયા

- text


અડધી રાત્રે ઘરે પરત ન આવેલા દીકરા-દીકરી કે સ્વજન અને સગા સ્નેહીઓની ભાળ મેળવવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા, ઘટનાસ્થળેથી એક પછી એક મૃતદેહ લઈને આવતી એમ્બ્યુલન્સના સાયરને લોકોના શ્વાસ અધ્ધર કરી દીધા

મોરબી : મોરબીની ઝૂલતાપુલ તૂટવાની ઘટના ગીઝરી ઘટનાને લઈને હાલ મોરબીની સિવિલ હોસ્પિટલમાં ભારે શબ્દોમાં ન વર્ણીવી શકાય એવા આઘાતજનક દ્રશ્યો સર્જાયા હતા. પુલ ઉપર ફરવા ગયા બાદ પરત ન આવેલા દીકરા-દીકરી તેમજ શેરીના ઓળખીતા, સગા સ્નેહીઓને શોધવા માટે લોકો અડધી રાત્રે ઉમટી પડ્યા છે અને ઘટનાસ્થળેથી એક પછી એક મૃતદેહ લઈને આવતી એમ્બ્યુલન્સની સાયરને લોકોના શ્વાસ અધ્ધર કરી દીધા છે.

મોરબીમાં જળ હોનારત, ભૂકંપ બાદ આજે ફરી એકવાર ઝૂલતાપુલ તૂટવાની બનેલી ગોઝારી દુર્ઘટના અત્યંત દુઃખદ અને આઘાતજનક છે. મોટી સંખ્યામાં પુલ ઉપર ઉમટી પડ્યા બાદ પુલ તૂટી જતા અંદાજીત 400 જેટલા લોકો નીચે મચ્છુ નદીમાં ખબકયા હતા. આ લોકોને બચાવવામાં વહીવટી ટીમ, પોલીસ તંત્રની ટીમ, સંસ્થાઓ, લશ્કરો દળ, એનડીઆરએફની ટીમ સહિત મોટી સંખ્યા અનેક લોકો રાહત અને બચાવ કાર્યમાં જોડાઈ ગયા છે. એમાંથી ઘણા લોકોને બચાવી લેવાય છે. જો કે કુલ કેટલા લોકો ડૂબ્યા અને કેટલના મોત થયા તેમજ કેટલા ઘાયલ અને કેટલા લોકો બચી ગયા તેનો હજુ ચોક્કસ આક બહાર આવ્યો નથી. પણ હાલ 77 જેટલા લોકોના મૃતદેહ મળ્યા હોવાનું અનુમાન છે અને નદીમાં રાતભર હજુ બચાવ કાર્ય ચાલુ રહેવાની મોતનો આક વધી શકે તેવી શકયતા છે. પણ હાલ અડધી રાત્રે લોકો ભારે ઉચાટ, ચિતા સાથે સિવિલ હોસ્પિટલમાં ઉમટ્યા છે.

- text

સિવિલ હોસ્પિટલમાં ઉમટી પડેલા મોટી સંખ્યામાં ઉમટી પડેલા લોકોમાં દરેકના ચહેરા ઉપર ઊંડો આઘાત છે. એક પછી એક ઘટનાસ્થળે આવતી એમ્બ્યુલન્સ લોકોના ધબકારા વધારી રહી છે. એ એમ્બ્યુલન્સમાં પોતાના સ્વજન છે કે કેમ તેને શોધવા માટે લોકો દોડાદોડી કરી રહ્યા છે ઘણા લોકો પોતાના દીકરા-દીકરી કે સ્વજન તેમજ સગા સ્નેહીઓના ફોટા સાથે સિવિલ હોસ્પિટલમાં શોધખોળ કરી રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં મૃતદેહોના ઢગલા થતા હોસ્પિટલ ટૂંકી પડી રહી છે. મૃતકોની ઓળખ માટે એક પછી એકના કફન ઉચકતા જેમ જેમ ઓળખ મળે એમ તેના સ્વજનોના કરુણ કલ્પાંત કરી રહ્યા છે. ઘણા લોકો પોતાના પુલ ઉપર ફરવા ગયેલા લોકો પરત ન આવતા ફોટા સાથે આવીને ભારે આઘાત સાથે ધાયલો અને મૃતકોમાં બેબાકળા બનીને શોધખોળ કરી રહેલા છે. હોસ્પિટલમાં આવેલા અંસંખ્ય લોકોની આંખો અસુથી ભરાઈ આવી છે અને ગળે ડુમો બાઝી ગયો છે. સાયરન વાગતી આવતી એમ્બ્યુલન્સમાં પોતાના સ્વજન હશે કે તે જાણવા ભારે ચિતા સાથે દોટ મૂકે છે. હોસ્પિટલમાં વાતાવરણ એકદમ ગમગીન અને ભારેખમ છે. હજુ મધરાત્રે પણ સિવિલ હોસ્પિટલમાં સ્વજનોને શોધવા આવેલા લોકોને મદદરૂપ થવા પોલીસ સ્ટાફ અને વિવિધ સંસ્થાઓ કામે લાગ્યા છે અને અવ્યવસ્થા ન સર્જાય તે માટે પોલીસ સ્ટાફ ખાસ તકેદારી રાખી રહ્યો છે. પોતાના સ્વજનો ન મળતા ઘણા લોકોના મનમાં ભારે ઉચાટ છે. એકંદરે આજે આખી રાત સિવિલ હોસ્પિટલમાં ભારે હૃદયદ્રાવક દ્રશ્યો સાથે આઘાતજનક બનીને રહી જશે.

- text