મોરબીમાં સરદાર પટેલ જન્મ જ્યંતી સપ્તાહ ઉજવણીના ભાગરૂપે સાયકલ રેલી યોજાઈ

- text


સાયકલ રેલીમાં તાલુકા વિકાસ અધિકારી અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અને શિક્ષકો જોડાયા

મોરબી : સમગ્ર ભારત ભરમાંઆગામી 31,ઓકટોબરના રોજ ભારતની એકતા અને અખંડીતતાની મિશાલ એવા લોહ પુરુષ સરદાર પટેલની જન્મ જ્યંતીની ભવ્ય અને દિવ્ય ઉજવણી થવા જઈ રહી છે. સરકાર દ્વારા તા.25.10.22 થી તા.31.10.22 સુધી વિવિધ કાર્યક્રમો આપેલ છે. જેના ભાગરૂપે આજે મોરબીમાં નવા બસ સ્ટેન્ડ શનાળા રોડ સરદાર પટેલની પ્રતિમા પાસેથી તાલુકા વિકાસ અધિકારી વિપુલભાઈ જીવાણી, દિનેશભાઈ ગરચર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સહિત પ્રાણજીવનભાઈ વિડજા મણિલાલ સરડવા, દિનકરભાઈ મેવા, સુરેશભાઈ ઠોરિયા, રમેશભાઈ ભાટિયા વગેરે શિક્ષકોએ સાયકલ રેલી યોજી હતી.

- text

- text