મોદીએ કાંતિલાલને કીધું “તારે કહેવાનું ન હોય મને બધી ખબર જ છે..”

- text


 

વડાપ્રધાન મોદી સાથે વિશિષ્ટ મુલાકાત કરતા કાનાભાઈ, વડાપ્રધાનના જન્મદિવસે કરેલ સુખડી વિતરણ, બ્લડ ડોનેશનની યાદગારક્ષણોનો આલ્બમ ભેટ ધર્યો

મોરબી : કાંતિલાલ શુ કરે છે મોરબી……. ? અને તમારે મને કંઈ કહેવાનું ન હોય તમારી કામગીરીની મને જાણ છે જ….. આજે રાજકોટની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ વિશેષ મુલાકાત લઈ તેમના જન્મદિવસે કરેલ સુખડી વિતરણ, બ્લડ ડોનેશન કેમ્પ સહિતના આયોજનની યાદગારક્ષણોનો આલ્બમ ભેટ ધર્યો હતો આ તકે વડાપ્રધાન નરેન્દ્રભાઈએ કાનાભાઈના ભરપેટ વખાણ કર્યા હતા.

દેશના પનોતા પુત્ર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે રાજકોટ મુલાકાત દરમિયાન મોરબી અને રાજકોટ જિલ્લાના કરોડોના વિકાસ કામોની ભેટ પ્રજાને આપી હતી. આ તકે મોરબી – માળીયાના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ વડાપ્રધાન સાથે વિશેષ મુલાકાત કરી હતી.

જ્યારે કાંતિલાલ અમૃતિયા વડાપ્રધાન નરેન્દ્રભાઈને મલ્યા ત્યારે સૌ પ્રથમ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કાંતિલાલને પૂછ્યું હતું કે, શુ કરે છે મોરબી ? પ્રત્યતરમાં કાનાભાઈએ વડાપ્રધાનને કહ્યું હતું કે, આપના આશીર્વાદથી મોરબીને કોઈ ચિંતા નથી.

- text

દરમિયાન કાંતિલાલ અમૃતિયાએ કોરોના દિવંગતઆત્માઓના મોક્ષર્થે યોજેલી કથા તેમજ વડાપ્રધાનના 72માં જન્મ દિવસે 72 ટન સુખડીનું ગૌમાતાને વિતરણ ઉપરાંત બ્લડ ડોનેશન કેમ્પના આયોજન અંગેનો સચિત્ર અહેવાલ આલ્બમ રૂપે ભેટ ધરતા વડાપ્રધાન મોદીએ આગવા અંદાજમાં કાંતિલાલને “કાના” નામથી સંબોધી તમારી કામગીરી અંગે મને જાણ છે, તમારે કહેવાનું ન હોય કહી પીઠ થબથબાવી હતી.

- text