હળવદના સૂર્યનગર ગામે ત્રીજા નોરતે પરંપરાગત ડ્રેસ સ્પર્ધા યોજાઈ

- text


હળવદ : હળવદ-સૂર્યનગર ગામનું નવું હનુમાનજી મંદિર બંધાવવા હેતુસર બજરંગ યુવા ગ્રુપ દ્વારા નવરાત્રી મહોત્સવ અંતર્ગત ત્રીજા નોરતે સમગ્ર ગામની 5 થી 20ની બાળાઓને બેસ્ટ ટ્રેડિશનલ ડ્રેસ અને બેસ્ટ સ્ટેપ માટેની સુંદર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ટ્રેડિશનલ ડ્રેસ અને બેસ્ટ સ્ટેપ માટે બેસ્ટ પાંચ ખૈલયાઓને પસંદ કરવામાં આવી હતી.જેમાં ધારાબેન નરેન્દ્રભાઈ સોનગ્રા,ઋત્વિક્ષાબેન નરેન્દ્રભાઈ રંગાડીયા, ક્રિશાબેન ભાવેશભાઈ રંગાડીયા, દીક્ષિતાબેન કિશોરભાઈ પરમાર તથા હરિતાબેન હસમુખભાઈ લકુમને દાતાઓના હસ્તે પ્રોત્સાહક ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર ગામ ત્રીજા દિવસે નવલા નોરતામાં ગરબે રમવા જોડાયું હતું.અંતે સૌને માતાજીનો પ્રસાદ અર્પણ કરવામાં આવ્યો હતો.

- text

- text