વાંકાનેરની 40 શાળાઓને થ્રીડી પ્રિન્ટર અને વીઆર ગ્લાસ ભેટ આપતું નર્મદા બાલઘર

- text


સંસ્થા દ્વારા વાંકાનેરની શાળાઓને તાલીમ પણ આપવામાં આવી

મોરબી : નર્મદા બાલઘર મોરબી દ્વારા ગાયત્રી મંદિર-વાંકાનેર ખાતે 40 શાળાઓને 3D પ્રિન્ટર તથા VR ગ્લાસ વિનામૂલ્યે આપવામાં આવ્યા હતા.

નર્મદા બાલઘર દ્વારા જણાવાયું હતું કે, વિનામૂલ્યે થ્રીડી પ્રિન્ટર અને વીઆર ગ્લાસ વિતરણ તથા તાલીમનો મુખ્ય હેતુ એ છે કે શિક્ષકો 3D પ્રિન્ટરને ઍસેમ્બલ કરતાં શીખે, CAD ની ડિઝાઇન બનાવતા શીખે તેનો ઉપયોગ કરતાં શીખે અને હજારો બાળકોને ટેકલોનોલોજીનું જ્ઞાન પ્રાપ્ત કરાવે અને પોતાની રીતે પગભર બનવા માટે મદદરૂપ થાય.

ટૂંક સમયમાં મોરબી જિલ્લાના તમામ બાળકો માટે CAD ની સ્પર્ધા કરવામાં આવશે અને સાથે આવનારી ટેકનોલોજીનું રોજિંદા જીવનમાં ઉપયોગ પર મોરબી જિલ્લાના શિક્ષકો વચ્ચે પણ સ્પર્ધા કરવામાં આવશે જેમાં આકર્ષક ઇનામો પણ આપવામાં આવશે.

આ કાર્યક્રમના મુખ્ય અતિથિ ડૉ. ભાનુબેન મહેતા અને તેમના સુપુત્ર દેવેશ મહેતા, નર્મદા બાલ ઘરના ફાઉન્ડર ટ્રસ્ટી ભરતભાઈ મહેતા, મારવાડી યુનિવર્સિટીના ડીન ડૉ. આર. બી. જાડેજા, ડૉ. બળવંત જાની, ડૉ. અનામીક શાહ, રાજકોટ સાયન્સ સેન્ટરના રમેશભાઈ ભાયાણી, રાજકોટ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલના પ્રમુખ ડૉ. ડી. વી. મહેતા, સ્પીપા લેક્ચરર વિવેક જોશી, બાલઘરના ટ્રસ્ટી જયેશ ઓઝા તેમજ વાંકાનેરની 40 શાળાઓના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text