હળવદ તાલુકા પ્રાથમિક શિક્ષક સહકારી મંડળીની કારોબારીની રચના થઈ

- text


હળવદ : હળવદ તાલુકા પ્રાથમિક શિક્ષક સહકારી મંડળીની કારોબારીની આજે રચના કરવામાં આવી હતી જેમાં પ્રમુખ,ઉપપ્રમુખ સહિતનાઓની વરણી કરવામાં આવી છે.

હળવદ તાલુકામાં સરકારી શાળાના પ્રાથમિક શિક્ષકો માટે,શિક્ષકો દ્વારા ચાલતી તાલુકા પ્રાથમિક શિક્ષક સહકારી મંડળીની કારોબારીની રચના કરવામાં આવેલ આ તકે તાલુકા સહકારી મંડળીના પ્રમુખ તરીકે હળવદ શહેરમાં આવેલ શાળા નંબર-10માં ફરજ બજાવતા નટવરભાઈ પટેલની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ તેમજ ઉપ પ્રમુખ તરીકે હળવદની શાળા નંબર-4માં સેવા બજાવતા બાબુભાઈ વાઘેલા અને ચરાડવા કન્યા શાળામાં સેવા બજાવતા હરિશ્ચંદ્રસિંહ જાડેજાની વરણી કરવામાં આવેલ હતી.

- text

સાથે – સાથે હિતેશભાઈ પટેલને સહીનો અધિકાર આપવામાં આવ્યો હતો તેમજ મુકેશભાઈ મારવણીયા,દશરથસિંહ ચૌહાણ, હરમિતભાઈ પટેલ,ઈશ્વરભાઈ ગોલતર,પરેશભાઈ પટેલ,મયુરભાઈ પટેલ,કિર્તિભાઈ પટેલ સહિતનાઓની કારોબારી સભ્ય તરીકે વરણી કરવામાં આવેલ. હળવદ તાલુકાના તમામ શિક્ષકોએ મંડળીની નવી ટીમને ઉત્સાહભેર આવકારી નવ નિયુક્ત હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવી હતી.

- text