મોરબીના માનસર ગામની સીમમાંથી દેશી દારૂની મીની ફેકટરી ઝડપાઇ

- text


મોરબી તાલુકા પોલીસ ચાલુ ભઠ્ઠી સાથે બે શખ્સને દબોચ્યા

મોરબી : મોરબી તાલુકાના માનસર ગામની સીમમાં માનસર અને નારણકા ગામની વચ્ચે ખેતરના શેઢે ધમધમી રહેલ દેશી દારૂ બનાવવાની મીની ફેકટરી ઉપર તાલુકા પોલીસે દરોડો પાડી હજાર લીટર આથો તેમજ 250 લીટર દેશી દારૂ સહિત ભઠ્ઠીની સાધન સામગ્રી કબ્જે કરી બે આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસને મળેલી બાતમીને આધારે મોરબી તાલુકાના માનસર ગામની સીમમાં માનસર-નારણકા ગામ વચ્ચે નદીવાળા ખેતર નજીક દરોડો પાડી પ્રવિણભાઇ રતિલાલભાઇ સુરેલા, રહે. માનસર અને ઇકબાલ કાદરભાઇ જામ, રહે. વીસીપરા, અમુલ ડેરી પાસે મોરબી વાળાને દેશી દારૂ બનાવતા રંગે હાથ ઝડપી લીધા હતા.

- text

પોલીસે દરોડા દરમિયાન દેશી દારૂ બનાવવાના ભઠ્ઠીના સાધનોમાં પતરાના બે બેરલ ભેગા કરેલ મોટુ બેરલ, મોટા પ્રમાણમાં દારૂ ઉતારવા માટે લોખંડ તથા પ્લાસ્ટીકની જોઇન્ટ કરેલ નળી, પ્લાસ્ટીકના પાંચ બેરલ, દેશીદારૂ બનાવવાનો આથો 1000 લીટર, તૈયાર દેશીદારૂ 250 લીટર મળી કુલ રૂપિયા 8200નો મુદામાલ કબ્જે કરી બન્ને આરોપીઓની અટકાયત કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.

- text