દેશી દારૂના હાટડા બંધ કરાવો : કોટડા નાયાણીના ગ્રામજનો વાંકાનેર તાલુકા પોલીસ મથકે ઉમટ્યા

- text


દેશી દારૂની ભઠ્ઠીઓ બંધ ન થાય તો જનતા રેડ અને એસપી ઓફિસે રજૂઆતની ચીમકી

વાંકાનેર : વાંકાનેર તાલુકાના કોટડા નાયાણી ગામે દેશીદારૂના ધંધાર્થીઓએ માઝા મૂકી છે અને ઠેર – ઠેર દેશીદારૂના હાટડા ધમધમી રહ્યાં હોય એ દુષણ ડામવા આજે કોટડા નાયાણીના ગ્રામજનો મોટી સંખ્યામાં વાંકાનેર તાલુકા પોલીસ મથકે ઉમટી પડયા હતા. જો કે રજુઆત બાદ તાલુકા પોલીસે કડક કાર્યવાહીની ખાતરી આપી હતી.

વાંકાનેર તાલુકાના કોટડા નાયાણી ગામે છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વો દ્વારા ખુલ્લે આમ દેશીદારૂના હાટડા ચલાવવામાં આવી રહ્યા છે અને જો કોઈ ગ્રામજનો દ્વારા આ દુષણ સામે અવાજ ઉઠાવવામાં આવે તો માથાભારે દેશી દારૂના ધંધાર્થીઓ ખોટી ફરિયાદો કરવાની ચીમકી આપી ગ્રામજનોને દમદાટી મારી રહ્યા હોય અંતે આજે ગ્રામજનોએ સામુહિક રીતે વાંકાનેર તાલુકા પોલીસ મથકે દોડી જઇ દારૂના હાટડા બંધ કરાવવા ઉગ્ર રજુઆત કરી હતી.

- text

બીજી તરફ આજની રજુઆત બાદ ગ્રામજનોએ જણાવ્યું હતું કે જો પોલીસ તંત્ર યોગ્ય કાર્યવાહી નહિ કરે તો ગ્રામજનો જનતા રેડ કરવાની સાથે જિલ્લા પોલીસવડાને રજૂઆત કરશે તેવી ચીમકી પણ ઉચારી હતી. જો કે, વાંકાનેર તાલુકા પોલીસે કડક કાર્યવાહીની ખાતરી આપતા ગ્રામજનો સંતોષ સાથે પરત ફર્યા હતા.

- text