મોરબીમાં દર્દીને ખરા સમયે લોહીની જરૂરિયાત પૂરી પાડતું યુવા આર્મી ગ્રુપ

- text


મોરબી : મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે આવેલ દર્દીને તાત્કાલિક એ નેગેટિવ બ્લડની જરૂરિયાત ઉભી થતાં તેમના પરિવારે મોરબીના યુવા આર્મી ગ્રુપનો સંપર્ક કરતા યુવા આર્મી ગ્રુપ દ્વારા તાત્કાલિક લોહીની જરૂરિયાત પૂરી કરી દીધી હતી.

મોરબીના જુના બસ સ્ટેન્ડ નજીક આવેલ પેથાપરા હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા પૂજાબા યોગીરાજસિંહ ઝાલાને તાત્કાલિક એ નેગેટિવ બ્લડની જરૂરત પડતા તેમના પરિવારે હેન્ડ ટુ હેન્ડ બ્લડ ડોનેશનના ધ્યેય સાથે મોરબીમા છેલ્લા ચાર વર્ષથી લોકોની ઈમરજન્સી બ્લડની જરૂરિયાત પુરી કરતા યુવા આર્મી ગૃપનો સંપર્ક કર્યો હતો. જેમાં યુવા આર્મી ગ્રુપના લખનભાઈ હડીયલ દ્વારા યુવા આર્મી ગ્રુપના જીગરભાઈ પરમાર તથા અજયભાઈ હડીયલ તથા મોરબી સતવારા બ્લડ ગ્રુપના કમલેશભાઈ સોનાગ્રા તથા શિવજીભાઈ હડીયલને જાણ કરીને તાત્કાલિક એ નેગેટિવ બ્લડની ચાર બોટલ બ્લડની જરૂરિયાત પૂરી કરી હતી.

- text

આ સેવાકાર્ય બદલ દર્દીના પરીવારજનો દ્વારા બંને ગ્રુપના સભ્યોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. મહત્વનું છે કે, આ તકે ગ્રુપ એડમિન દ્વારા બ્લડની ઈમરજન્સી જરૂરિયાત માટે કે કોઈકને જરૂરિયાત સમયે રક્તદાન માટે હેલ્પલાઇન નંબર 9349393693 પર સંપર્ક કરવા જણાવામાં આવ્યું છે.

- text