વાંકાનેરમાં વિખુટા પડી ગયેલા 4 બાળકોનું પરિવાર સાથે મિલન કરાવતી પોલીસ

- text


 

વાંકાનેર : વાંકાનેરમાં પરિવારથી વિખુટા પડી ગયેલા 4 બાળકો મળી આવ્યા બાદ પોલીસે તપાસ આદરીને હશનપર રહેતા તેમના વાલીને બોલાવી આ બાળકોનું તેમના વાલી સાથે મિલન કરાવ્યું હતું.

પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર સીટી પોલીસ ટિમ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન વાંકાનેર જીનપરા જકાતનાકા પાસેથી 5થી 10 વર્ષની ઉંમરના ચાર બાળકો મળી આવ્યાં હતાં. જેની પુછપરછ કરતા તે ખોવાઈ ગયેલ અને પોતાનુ ઘર નહી મળતુ હોવાનું જણાવ્યું હતું. તેના વતન અંગે માહીતી મેળવતા તે હશનપર ગામના વતની હોવાનું તથા તેમનાં નામ અંજલીબેન રોહીતભાઈ દરદરા ઉ.વ.10, રીંકુબેન રોહીતભાઈ દરદરા ઉ.વ.8, રોશનીબેન રોહીતભાઈ દરદરા ઉ.વ.6 અને રાજવીરભાઈ રોહીતભાઈ દરદરા ઉ.વ.5 હોવાનુ જણાવતા તેની તપાસ કરી તેના વાલી વારસ સાથે મીલાપ કરાવી ચારેય બાળકોને પરત સોપી આપવામાં આવ્યા હતા.

- text

આ કામગીરીમાં પો.ઈન્સ એન.એ.વસાવા, એ.એસ.આઈ હીરાભાઈ તેજાભાઈ મઠીયા, પો.કોન્સ દિવ્યરાજસિંહ દેવેન્દ્રસિંહ ઝાલા, પ્રતિપાલસિંહ અનિરૂધ્ધસિંહ વાળા, મહીલા પો.કોન્સ સંગીતાબેન બાબુભાઈ નાકીયા તથા રેશ્માબેન મહમદ ઈકબાલભાઈ સૈયદ જોડાયા હતા.

- text