માળિયામાં તમામ પેસેન્જર ટ્રેઈનનો સ્ટોપ તેમજ ડેમુ ટ્રેઈન માળિયા સુધી લંબાવવાની માંગ

- text


ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી દ્વારા મુખ્યમંત્રીને રજુઆત

મોરબી : માળિયા (મી.) મુકામે તમામ જ પેસેન્જર ટ્રેઈનને સ્ટોપ આપવા તેમજ ડેમુ ટ્રેઈન માળિયા સુધી લંબાવવાની માંગ સાથ ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કે.ડી. બાવરવા દ્વારા મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવી છે.

મોરબી જીલ્લામાં માળિયા (મી.) તાલુકો આવેલ છે. જે સૌરાષ્ટ્ર અને કચ્છ લને જોડતું મુખ્ય સેન્ટર છે. અહીં મીઠા ઉદ્યોગ તેમજ માછીમારી ઉદ્યોગ વિક્શેલો છે. જો કચ્છમાંથી આવતી જતી બધી જ ટ્રેઈનને માળિયા (મી.) ખાતે સ્ટોપ આપવામાં આવે તો અહીના લોકો તેમજ મોરબીના લોકોને પણ મોટી સુવિધા મળે તેમ છે. તો મુખ્યમંત્રી દ્વારા કેન્દ્ર સરકારમાં યોગ્ય રજુઅતો કરીને સ્ટોપ આપવા યોગ્ય કરવા ઉપરાંત કોરોનાને કારણે બંધ થયેલ ડેમુ ટ્રેઈન જે રાજકોટથી માળિયા (મી) સુધી આવતી હતી તેને ફરીથી ચાલુ કરવા પણ માંગણી કરી છે.

- text

- text