મોરબીમાં જુગારના અડ્ડા ઉપર પોલીસ ત્રાટકી : ત્રણ જુગારી પકડાયા, ચાર જુગારણ ભાગી છૂટી

- text


સિટી એ ડિવિઝન પોલીસે 2.45 લાખની રોકડ કબ્જે કરી

મોરબી : મોરબી શહેરમાં શનાળા રોડ ઉપર સત્યમ પાન વાળી શેરીમાં હરભોલે ડેરી સામે મકાનમાં જુગારનો અડ્ડો ચાલુ હોવાની બાતમીને આધારે સિટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડતા નાસ ભાગ મચી ગઇ હતી. દરોડા દરમિયાન ત્રણ જુગારી 2.45 લાખ રોકડા સાથે ઝડપાઇ ગયા હતા જ્યારે ચાર મહિલા જુગારણ નાસી છૂટી હતી.

- text

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના શનાળા રોડ ઉપર સત્યમ પાન વાળી શેરીમાં હરભોલે ડેરી સામે રહેણાંકમાં જુગારનો અડ્ડો ચાલતો હોવાની બાતમીને આધારે સિટી એ ડિવિઝન પોલીસ ટીમે દરોડો પાડતા જુગાર રમી રહેલ ચેતનભાઈ પ્રેમજીભાઈ પુજારા, મોન્ટુ ઉર્ફે મયુરભાઈ દિનેશભાઈ શેઠ અને શૈલેષભાઈ મનસુખભાઈ ઠકકર રોકડા રૂપિયા 2,45,100 સાથે ઝડપાઇ ગયા હતા જ્યારે પોલીસને જોઈ જુગાર રમવા આવેલ મેરૂબેન કુરબાનભાઈ સુરાણી, ચાંદનીબેન ચેતનભાઈ પુજારા, વીણાબેન જયંતીલાલ પટેલ અને મીતલબેન યોગેશભાઈ ગોપાણી નાસી છૂટતા પોલીસે સાતેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા અન્વયે ગુન્હો નોંધી ભાગી ગયેલ જુગારણોને ઝડપી લેવા કાર્યવાહી શરૂ કરી છે.

- text