મોરબી બાયપાસે આઇપીએલ ઉપર સટ્ટો રમતા એક ઝડપાયો

- text


મોરબી : મોરબી બાયપાસ ઉપર કામધેનુ પાર્ટી પ્લોટ નજીકથી સિટી એ ડિવિઝન પોલીસે બિલાલ ગુલામહુસેન ઠાસરીયા, રહે.મોરબી વીશીપરા મદીના સોસાયટી નામના યુવાનને અજયભાઇ ખોજા રહે.મોરબી વાળા સાથે મળી થન્ડર એક્સ ડોટ કોમ નામનુ આઇ.ડી.મેળવી મોબાઇલ ફોનથી સંપર્ક સાધી આઇપીએલ 20-20 મેચમાં પંજાબ એલેસજી વચ્ચે ચાલતી કિકેટ મેચનું ક્રિક્રેટ્ટ લાઇન ગુરૂ એપ્લીકેશનમાં જીવંત પ્રસારણ નિહાળી મેચની હારજીત તથા રનફેર ઉપર પૈસાની હારજીતનો જુગાર રમતા રંગે હાથ ઝડપી લઈ ઓપો કંપનીનો મોબાઇલ ફોન નંગ-1 કિ.રૂ.5000 તથા રોકડા રૂપિયા રૂ.1400 મળી કુલ કી.રૂ.6400 ના મુદામાલ સાથે બિલાલ ગુલામહુસેન ઠાસરીયાને ઝડપી લીધો હતો જ્યારે અજય ખોજા હાજર ન મળી આવતા ફરાર દર્શાવી બન્ને વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text