મોરબીના ત્રાજપરમાં જુગાર રમતા ચાર ઝડપાયા

- text


મોરબી : મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ત્રાજપર ઓરિયન્ટ બેન્ક વાળી શેરીમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ચાર ઇસમોને પકડી પાડયા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ સિટી બી ડિવિઝન પોલીસે ત્રાજપર વિસ્તારમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે દરોડો પાડી દિપકભાઇ ગોવિદભાઇ કુંવરીયા અને મહેશભાઇ લાભભાઇ વરાણીયાને રોકડા રૂપિયા 890 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

જ્યારે બીજા દરોડામાં નટુભાઇ વેરશીભાઇ સનુરા અને અશોકભાઇ મગનભાઇ સનુરા ત્રાજપર ચોકડી પાસે જાહેરમાં જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂ.1670 કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

- text