મોરબીમાં પેટ્રોલપંપે પેટ્રોલ પુરાવી એક લાખથી વધુની રોકડની ઉઠાંતરી

- text


એક મહિલા સહિતના ત્રણ ગઠિયા કળા કરી ગયા

મોરબી : મોરબીના લીલાપર રોડ ઉપર આવેલા પેટ્રોલ પંપ ઉપરથી પેટ્રોલ પુરાવા આવી એક મહિલા સહિત ત્રણ ગઠિયા નજર ચૂકવી રૂપિયા એક લાખથી વધુ ભરેલી રોકડ રકમ ચોરી જતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના લીલાપર રોડ ઉપર એસ્સાર પેટ્રોલ પમ્પ ઉપર ગઈકાલે બપોરના સમયે બજાજ ડીસ્કવર મોટર સાયકલમાં આવેલ અજાણ્યા બે પુરૂષો તથા એક અજાણી સ્ત્રીએ પેટ્રોલ પુરાવ્યાં બાદ નજર ચૂકવી પેટ્રોલ પમ્પના ટેબલના ખાનામાં પેટ્રોલ અને ડીઝલ વેચાણના રૂપીયા 1,03,460ની ચોરી કરીને નાસી ગયા હતા.

- text

આ બનાવ અંગે લિશાંતભાઇ ત્રીભોવનભાઇ દલસાણીયા, રહે.મોરબી, રવાપર રોડ, વાસ્તુ હિલ્સ એપાર્ટમેન્ટ ફલેટ નં.૭૦૩ વાળાએ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ઈસમો વિરુદ્ધ આઈપીસી કલમ ૩૭૯, ૧૧૪ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text