મોરબીના શ્રીજી પાર્કમાં રસ્તા ઉપર દબાણ ! તાકીદે દબાણ હટાવવા રજુઆત

- text


શનાળા રોડ ઉપર આનંદનગરની બાજુમાં મંજુર થયેલો 60 ફૂટનો રોડ ખુલ્લો કરાવવા માંગ

મોરબી : મોરબી શહેરના શનાળા રોડ ઉપર આનંદનગર નજીક આવેલ શ્રીજી પાર્ક-2માં જાહેર માર્ગ ઉપર દબાણ ખડકાયા હોય સ્થાનિક રહેવાસીઓ દ્વારા તાકીદે મંજુર થયેલો 60 ફૂટનો રોડ ખુલ્લો કરાવવા માંગ ઉઠાવી છે.

- text

મોરબી શહેરમાં શનાળા રોડ ઉપર આનંદનગર નજીક ગોકુલનગર જીઇબી ઓફિસ મેઈન રોડ 60 ફૂટ પહોળો મંજુર થયેલ છે પરંતુ આ વિસ્તારમાં બેફામ દબાણ થઈ ગયા હોવાથી લોકોને રસ્તા ઉપરથી પસાર થવું મુશ્કેલ બન્યું છે. વધુમાં આ મામલે શ્રીજી પાર્ક-2માં રહેતા રાજેશભાઈ ચંદ્રકાન્તભાઈ જોશી સહિતના સ્થાનિક નાગરિકો દ્વારા મોરબી પાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજુઆત કરી મંજુર થયેલો 60 ફૂટના રોડ ઉપરના દબાણ દૂર કરાવી રોડ ખુલ્લો કરાવવા માંગ ઉઠાવી છે.

- text