મોરબીમાં ભાજપ દ્વારા વિધાનસભા ચુંટણીની તૈયારીઓ શરૂ : તાલુકા ભાજપ દ્વારા બેઠક યોજાઈ

- text


મોરબી : મોરબી જિલ્લામાં ભાજપ દ્વારા વિધાનસભા ચુંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે મોરબી તાલુકા ભાજપ દ્વારા વિધાનસભા ચુંટણી સંદર્ભે હોદેદારોની મીટીંગ યોજાઇ હતી.

આગામી વિધાનસભા-2022ની ચુટણી સંદર્ભે મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઇ વાસદડીયાની અધ્યક્ષતામા હોદેદારોની મીટીંગ યોજાઇ હતી. મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા, મંહામંત્રી રણછોડભાઇ દલવાડી, જયુભા જાડેજા, બાબુભાઇ હુંબલ, ઉપપ્રમુખ હસુભાઇ પંડયા, મંત્રી રમાબેન ગડારાની ઉપસ્થિતીમા સાસંદના કાર્યાલય ખાતે આગામી વિધાનસભા ચુટણીની તૈયારીના ભાગરુપે યોજાયેલ મીટીંગમા મોરબી તાલુકાના દરેક શકિત કેન્દ્ર ઉપર દર રવિવારે પેજ પ્રમુખ, બુથ પ્રમુખ અને તાલુકા પંચાયત જીલ્લા પંચાયત સભ્યો સાથે મળી ટીફીન બેઠકનુ આયોજન કરવુ તથા જે આંગણવાડીમા કુપોષિત બાળકો છે ત્યા આગેવાનો દ્વારા પોષકતત્વયુક્ત ખોરાક પહોચાડી જે તે વિસ્તારમા એક પણ બાળક કુપોષિત ન રહે એવી રીતે અભિયાન હાથ ધરવાનું જણાવાયુ છે. દરેક ગ્રામ્ય વિસ્તારમા છેવાડાના માનવી સુધી સરકારની યોજના પહોંચે, તેમાં ભાજપ કાર્યકર્તા પૂરક બને તેમ નક્કી કરવામાં આવ્યું હતું.

મીટીંગમા તાલુકા ભાજપના હોદેદારો એકી અવાજે જણાવ્યું કે ગુજરાત સરકાર દ્વારા શક્ત શનાળા ખાતે મંજુર કરેલ સરકારી મેડીકલ કોલેજ (GMERS) ઝડપથી કાર્યાન્વિત થાય. જેથી, ગરીબ દર્દીઓને મેજર ઓપરેશન માટે રાજકોટ કે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ન જવુ પડે, એ સુવિધા મોરબી સિવિલમા ઉપલબ્ધ થાય.

આ મીટીંગમા મોરબી તાલુકા ભાજપ મહામંત્રી, ઉપપ્રમુખ, મંત્રી, તમામ મોરચાના પ્રમુખ-મહામંત્રી, જીલ્લા પંચાયત, તાલુકા પંચાપત સભ્યો હાજર રહ્યા હતા.

- text

- text