વવાણીયા PHC દ્વારા ‘વિશ્વ મેલેરીયા દિન’ નિમિત્તે જનજાગૃતિ અર્થે વિવિધ પ્રવૃતિઓ કરાઈ

- text


માળીયા (મી.) : માળીયા (મી.)ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વવાણીયા દ્વારા તા. ૨૫ એપ્રિલના રોજ વિશ્વ મેલેરીયા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જનજાગૃતિ અર્થે વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી હતી.

દર વર્ષે ૨૫ એપ્રિલને વિશ્વ મેલેરીયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેનો હેતુ મેલેરીયા રોગોના અસરકારક નિયંત્રણ માટે જનજાગૃતિ કેળવી જનસમુદાયની સક્રીય ભાગીદારી મેળવવાનો છે. મેલેરીયા એલીમીનેશનના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે અને મેલેરીયા નિયંત્રણ અને અટકાયતના પ્રયત્નોમાં વ્યાપક જનજાગૃતિ કેળવવાના ઉદેશથી વિશ્વ મેલેરીયા દિનના ઉપક્રમે આરોગ્ય શિક્ષણના વિવિધ માધ્યમો દ્વારા વિવિધ પ્રવૃતિઓ તમામ સબ સેન્ટર કરવામાં આવી હતી.

જેમાં આરોગ્ય શિક્ષણ માટે વાહકજન્ય રોગો અંગેના પ્રદર્શન તથા જાહેર સ્થળોમાં પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. વોટ્સઅપ, ફેસબુક તથા અન્ય સોસિયલ મિડીયા દ્વારા જન સમુદાયમાં વાહકજન્ય રોગો અંગેના સંદેશાઓ મોકલવામાં આવ્યા હતા. શાળાઓ અને કોલેજોમાં વાહકજન્ય રોગો સબંધિત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું કે જેમાં પેઇન્ટીંગ, વકૃત્વ સ્પર્ધા, રેલી વગેરે યોજી પ્રમાણપત્રો અને ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું. વિવિધ આરોગ્ય શિક્ષણની પ્રવૃતિઓ દરમ્યાન ગામમાં લાઇવ ડેમોન્સ્ટ્રેસનનું પોરા નિર્દશન કરવામાં આવ્યું હતું.

“વૈશ્વિક મેલેરિયા રોગનું પ્રમાણ ઘટાડવા અને જીવન બચાવવા માટે નવિનત્તમ સંવાદ હાથ ધરીએ” આ વર્ષેની મેલેરિયા થીમને અંતર્ગત વધુમાં વધુ દરેક ગામમાં વાહકજન્ય રોગ અટકાયતી કામગીરી કરવામાં આવશે અને વધુમાં વધુ જનજાગૃતિ કરવામાં આવશે. બધા જ પોતપોતાના ઘરની અંદર રહેલ પાણીનાં પાત્રોની અઠવાડિક સાફ સફાઈ રાખે એવી નમ્ર અપીલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વવાણીયા દ્વારા જાહેર જનતાને કરવામાં આવેલ છે.

- text

- text