મોરબીમાં વીજકર્મીઓએ પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવા સૂત્રોચ્ચાર કર્યા

- text


સરકારની અવળી નીતિનાં વિરોધમાં કાલે શુક્રવારે કર્મચારીઓની માસ સી.એલ.

મોરબી : સરકાર અને મેનેજમેન્ટની અવળી નીતિનાં વિરોધમાં અને લાંબા સમયથી પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતા જેટકો કર્મચારીઓ દ્વારા સૂત્રોચ્ચાર કરી આંદોલન કરવામાં આવેલ હતું.તેમજ સરકાર તેમજ મેનેજમેન્ટનું હકારાત્મક વલણ ન આવતા આવતીકાલે કર્મચારીઓ માસ સી.એલ.પર જશે.પાછળથી વીજ પુરવઠો ખોરવાય કે અન્ય કોઈ મુશ્કેલી ઉભી થાય તો તેની જવાબદારી સરકાર તથા મેનેજમેન્ટની રહેશે.

એ.જી.વી.કે.એસ અને જીબીયાના સંયુક્ત સંગઠનથી ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિના નેજા હેઠળ અપાયેલ આંદોલનના એલાન મુજબ મોરબી TR ડીવીઝન કચેરી મધ્યે સરકાર અને મેનેજમેન્ટની અવળી નીતિનાં વિરોધમાં સૂત્રોચ્ચાર કરી આંદોલન કરવામાં આવેલ હતું.કર્મચારી/અધિકારીઓના લાંબા સમયથી પડતર પ્રશ્નો જેવા કે ૨૦૧૭ થી જેટકોમાં જુ.ઈ.ની ભરતી ન કરવી,પરીક્ષા લઈ લીધા બાદ પણ ઑર્ડર ન કાઢવા, લાંબા સમયથી પીઓ ગ્રેડ ૧ ની પોસ્ટ ન ભરવી, સરકાર દ્વારા મંજુર કરાયેલ નવા સ્ટાફ સેટઅપનું અમલીકરણ ન થવું વગેરે પ્રશ્નોના નિરાકરણ માટે આંદોલન કરવાની ફરજ પડેલ હતી.

- text

વધુમાં, સરકાર તેમજ મેનેજમેન્ટનું હકારાત્મક વલણ ન આવતા તા.૨૨/o૪/૨૦૨ના રોજ સંયુક્ત સંકલન સમિતિના આદેશ મુજબ બધા કર્મચારીઓ માસ સી.એલ.પર જશે.તો આ બાબતે વીજ પુરવઠો ખોરવાય કે અન્ય કોઈ મુશ્કેલી ઉભી થાય તો તેની જવાબદારી સરકાર તથા મેનેજમેન્ટની રહેશે.તેવું સંયુક્ત સંકલન સમિતિના હોદેદારોની યાદી જણાવે છે.

- text