મોરબી જિલ્લામાં રવિવારે 13496 ઉમેદવારો બિનસચિવાલયની પરીક્ષા આપશે

- text


જિલ્લામાં કુલ 450 બ્લોક તથા 42 બિલ્ડીંગ ફાળવાયા

મોરબી : ગૌણ સેવા પસંદગી મંડળની બિન સચિવાલય ક્લાર્ક અને સચિવાલયના ઓફિસ આસીસ્ટન્ટ વર્ગ-3ની સ્પર્ધાત્મક પરીક્ષા આગામી રવિવારે લેવામાં આવશે.જેમાં મોરબી જિલ્લાના 42 બિલ્ડીંગના 450 બ્લોકમાં કુલ 13496 ઉમેદવારો પરીક્ષા આપવાના છે.

અનેક વખત ગૌણ સેવા પસંદગીની બિન સચિવાલય ક્લાર્ક અને સચિવાલયના ઓફિસ આસીસ્ટન્ટ વર્ગ-3ની સ્પર્ધાત્મક પરીક્ષા રદ થયા બાદ આગામી તા.24ને રવિવારના રોજ પરીક્ષા લેવામાં આવશે.પરીક્ષાનો સમય 11 થી 1 કલાકનો રહેશે.જેમાં મોરબી જિલ્લામાં 42 બિલ્ડિંગમાં કુલ 450 બ્લોકમાં 13496 ઉમેદવારો પરીક્ષા આપશે.

- text

જેમાં મોરબીમાં 19 બિલ્ડિગમાં કુલ 216 બ્લોકમાં કુલ 6480 ઉમેદવારો પરીક્ષા આપશે.હળવદમાં 15 બિલ્ડિંગમાં કુલ 82 બ્લોકમાં કુલ 2460 ઉમેદવારો પરીક્ષા આપશે.તેમજ હળવદમાં 15 બિલ્ડિંગમાં કુલ 152 બ્લોકમાં કુલ 4556 ઉમેદવારો પરીક્ષા આપશે.આમ 450 બ્લોકમાં કુલ 13496 ઉમેદવારો પરીક્ષા આપશે.

- text