માળિયાના જુના ઘાટીલા ગામે વૃધ્ધાને કચડી નાખનાર ડમ્પર ચાલક વિરુદ્ધ ગુન્હો દાખલ

- text


માળીયા : માળીયા તાલુકાના જુના ઘાટીલા ગામે બસ સ્ટેશન પાસે યમદૂત બનીને પુરપાટ ઝડપે આવતા ડમ્પર ચાલકે વૃધ્ધાને કચડી નાખી યમલોક પહોંચાડવાની ગઈકાલની ઘટનામાં માળીયા પોલીસે ડમ્પર નંબરને આધારે અકસ્માત સર્જી નાસી ગયેલા ડમ્પર ચાલક વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો છે.

ગઈકાલે સવારના સમયે માળીયા તાલુકાના જુના ઘાટીલા ગામે બસસ્ટેશન પાસે માતેલા સાંઢની જેમ પુરપાટ ઝડપે દોડતા ડમ્પર ચાલકે શાંતીબેન ઘરમશીભાઇ ઉપાસરીયા ઉ.70ને કચડી નાખતા શાંતિબેનનું મૃત્યુ નીપજ્યું હતું. ઘટનાને પગલે ગ્રામજનો એકત્રિત થયા હતા અને રેતીચોરી કરતા તત્વોના ત્રાસને કારણે અવાર-નવાર જીવલેણ અકસ્માત સર્જાતા હોય જ્યાં સુધી ડમ્પર ચાલક પકડાય નહીં ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવાની જીદ પકડતા તંત્ર પણ વિમાસણમાં મુકાયા હતા.

- text

બીજી તરફ આ જીવલેણ અકસ્માત મામલે મૃતક શાંતિબેનના પુત્ર દેવશીભાઇ ઘરમશીભાઇ ઉર્ફ ઘુડાભાઇ ઉપાસરીયાએ ડમ્પર નંબર- જીજે-36-વી-5216ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસી કલમ-૨૭૯,૩૦૪(અ) તથા એમ.વી.એકટ કલમ ૧૭૭,૧૮૪ મુજબ ગુન્હો નોંધી ડમ્પર ચાલકને ઝડપી લેવા કાર્યવાહી શરૂ કરી છે.

- text