ભારે કરી ! યુવાનને દારૂની એક બાટલી 32,375માં પડી

- text


એક્ટિવા મોટર સાયકલ, આઈફોન અને ઓપ્પોનો ફોન વાંકાનેર પોલીસે કબ્જે લીધો

વાંકાનેર : ગાંધીના ગુજરાતમાં નશાબંધી અમલી હોવા છતાં યુવાધન વિદેશી દારૂના રવાડે ચડ્યું છે ત્યારે વાંકાનેરમાં નશા પાછળ આંધળી ડોટ મુકનારા યુવાનને સબક રૂપ કામગીરી કરી એક્ટિવા મોટર સાયકલ ઉપર દારૂની બાટલી લઈને નીકળેલા યુવાનનું એક્ટિવા, આઈફોન, ઓપ્પોનો ફોન કબ્જે કરતા આ યુવાનને હાલ દારૂની એક બાટલી રૂપિયા 32,375માં પડી હતી.

- text

વાંકાનેર સીટી પોલીસે શહેરના જીનપરા જકાતનાકા પાસેથી એક્ટિવા મોટર સાયકલ લઈને નીકળેલા કિશનભાઈ ઉર્ફે કાનો અશોકભાઈ ખીરૈયા, રહે.વાંકાનેર આરોગ્યનગર શેરી નં-4 વાળાને અટકાવી તલાસી લેતા કિશનના કબ્જામાંથી મેકડોવેલ નંબર વનની એક બોટલ કિંમત રૂપિયા 375 મળી આવતા પોલીસે કિશનના કબ્જામાંથી 20હજારની કિંમતનું એક્ટિવા, 2000ની કિંમતનો ઓપ્પો મોબાઈલ ફોન તેમજ 10 હજારની કિંમતનો આઈફોન મોબાઈલ સહિત કુલ 32,375નો મુદામાલ કબ્જે લઈ પ્રોહિબિશન એક્ટ અન્વયે કાર્યવાહી કરતા કિશનને દારૂની એક બોટલ 32,375માં પડી હતી અને હવાલાત જોવી પડી તે નફામાં રહી હતી.

- text