હડમતિયામાં આયોજિત શ્રીમદ્દ ભાગવત કથાનો લાભ લેતા ભાવિકો

- text


ટંકારા : સમસ્ત કાપડિયા પરિવાર દ્વારા હડમતીયા ગામમાં શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ મોક્ષગાથાનું આયોજન કરવામાં આવ્યું છે.આજ કથાનો ચોથો દિવસ છે.આજરોજ બપોરે રામ જન્મોત્સવ ઉજવાય ગયો અને સાંજે કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવશે.

સમસ્ત કાપડિયા પરિવાર દ્વારા હડમતીયા ગામના નકલંક ધામમાં શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ મોક્ષગાથા યોજાઈ છે.કથાનો ગત તા.11ના રોજ પ્રારંભ થયો હતો.કથા પૂણાહૂતિ તા.17ને રવિવારના રોજ થશે.કથાનો સમય સવારે 9 થી 12 અને બપોરે 3:30 થી 6 કલાકનો છે.કથા રસપાન શાસ્ત્રી રાજેન્દ્રભાઇ પંડ્યા કરાવી રહ્યા છે.આ કથાના મુખ્ય યજમાન વિનોદભાઈ કુંવરજીભાઇ કાપડિયા એન મધુબેન વિનોદભાઈ કાપડિયા છે.

કથામાં આજરોજ રામ જન્મ અને કૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે.તા.15ના રોજ ગોવર્ધન પૂજા,તા.16ના રોજ રૂક્ષ્મણી વિવાહ,તા.17ના રોજ સુદામા ચરિત્ર અને પરીક્ષિત મોક્ષ રાખવામાં આવ્યા છે.બહાર ગામથી આવેલ ભક્તો માટે પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે.

- text

- text