મોરબી ફાયર વિભાગ દ્વારા નેશનલ ફાયર સર્વિસ ડે ઉજવાયો

- text


ફાયર બ્રિગેડમાં પ્રાણ આપનાર કર્મીઓને શ્રદ્ધાંજલિ અપાઈ

મોરબી : મોરબી ફાયર વિભાગ દ્વારા આજે નેશનલ ફાયર સર્વિસ ડે ઉજવાયો હતો. જેમાં ફાયર બ્રિગેડનું ગૌરવ વધારનાર નામી-અનામી શહીદોને યાદ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

ભારત સરકારના આદેશથી કુદરતી હોનારતો અને માનવસર્જીત હોનારતોમાં લોકોનાં જાન-માલનું રક્ષણ કરવા પોતાના જાન ન્યોછાવર કરી પ્રાણની આહુતિ આપનાર શહીદોની યાદમાં આજના દિવસને નેશનલ ફાયર સર્વિસ ડે તરીકે ઉજવવામાં આવે છે.જે અંતર્ગત મોરબીના ફાયર વિભાગ દ્વારા નેશનલ ફાયર સર્વિસ ડે ઉજવવામાં આવ્યો હતો.

તા.14મી એપ્રિલ 1944ના રોજ મુંબઈ ડોકયાર્ડમાં વિસ્ફોટક ભરેલ દારૂગોળો તથા અન્ય અતિ જ્વલનશીલ માલ સામાન ભરેલ એક “એસ.એસ.ફોર્ટ સ્ટાઇકીન” બ્રિટીશ માલવાહક જહાજમાં ભયંકર ધડાકા સાથે આગ લાગી હતી. આ આગ બુઝાવાની કામગીરી દરમ્યાન મુંબઈ કાયર બ્રિગેડના 66 જવાનોએ લોક સલામતી કાજે પોતાના જાનની પરવાહ કર્યા વગર દેશની માલ મિલકતનું રક્ષણ કરવા પોતાની જાનનું બલિદાન આપ્યું હતું. સાથે 300 થી વધારે અન્ય લોકો પણ આ ધડાકાનો ભોગ બન્યા હતા.

કુદરતી હોનારતો અને માનવસર્જીત હોનારતોમાં લોકોનાં જાન-માલનું રક્ષણ કરવા પોતાના જાન ન્યોછાવર કરી પ્રાણની આહુતિ આપી હતી.ફાયર બ્રિગેડનું ગૌરવ વધારનાર નામી-અનામી શહીદોની યાદમાં ભારત સરકારના આદેશથી દર વર્ષે 14મી એપ્રિલને “અગ્નિશમન સેવા દિન” તરીકે મનાવી અગ્નિશમન સેવાનાં તમામ નામી-અનામી વીર શહીદોને શ્રદ્ધાંજલી આપવામાં આવે છે.આથી આજના દિવસને શહીદોને શ્રદ્ધાંજલી આપવા મોરબી ફાયર વિભાગ દ્વારા નેશનલ ફાયર સર્વિસ ડે ઉજવવામાં આવ્યો હતો.

- text

- text